Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

અમદાવાદમાં શાહપુર મેટ્રો સ્ટેશન પાસે કરોડો રૂપિયાના સોનાના દાગીનાની લૂંટ

સેકટર-1ના નીરજ બર્ડગુજર સહિત ડીસીપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા: ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ દોડી

અમદાવાદમાં વધુ એક લૂંટની મોટી ઘટના ઘટી છે. શહેરમાં શાહપુર મેટ્રો સ્ટેશન પાસે કરોડો રૂપિયાના સોનાના દાગીનાની લૂંટ થઇ છે. ભારે અવર-જવર  એરિયામાં કરોડો રૂપિયાના સોનાનાં દાગીનાની લૂંટ થતા ચકચાર  મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા સેકટર-1ના નીરજ બર્ડગુજર સહિત ડીસીપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા, સાથે જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આવી પહોંચી હતી. આ મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

 

(11:30 pm IST)