Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

EWS પરના સુપ્રીમ કોર્ટેના નિર્ણયને AAPએ આવકાર્યો

અલ્પેશ કથીરિયાએ આંદોલન સમયના લોકોને અભિનંદન પાઠવ્યા: ગોપાલ ઈટાલિયાએ કહ્યુ કે, અમે સુપ્રીમ કોર્ટના ચૂકાદાને આવકારીએ છીએ

અમદાવાદ : EWS પરના સુપ્રીમ કોર્ટેના નિર્ણયને AAPએ આવકાર્યો છે. અલ્પેશ કથીરિયાએ આંદોલન સમયના લોકોને અભિનંદન પાઠવ્યા. તેમણે જણાવ્યુ કે આંદોલનમાં ભોગ બનનાર તમામ ક્રાંતિકારોને બિરદાવું છું. આંદોલનમાં શહીદ થનારના પરિવારને નમન કરીએ છીએ.

બીજી તરફ આપ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ કહ્યુ કે, અમે સુપ્રીમ કોર્ટના ચૂકાદાને આવકારીએ છીએ. આ ચૂકાદાની કોઈ રાજકીય અસર નહીં થાય, અને આ ચૂકાદાથી ભાજપવાળાને પણ કોઈ ફાયદો નહીં થાય.

 

(8:27 pm IST)