Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

સાણંદ ખાતે ખાખરીયા પ્રજાપતિ ઉત્કર્ષ મંડળ દ્વારા ખાખરીયા પ્રજાપતિ સમાજનું વિશાળ સંમેલન યોજાયું

ઉચ્ચ શિક્ષણ વધારવા માટે સમાજમાં રોજગારી વધારવા માટે અને માટીકામ વ્યવસાયમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગ કરી માટીકામ વ્યવસાય આધુનિક બનાવવા પ્રયત્ન કરવા માટે સમાજને આહવાન કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : ખાખરીયા પ્રજાપતિ ઉત્કર્ષ મંડળ દ્વારા ખાખરીયા પ્રજાપતિ સમાજનું વિશાળ સંમેલન સાણંદ મુકામે નગરપાલિકા કોમ્યુનિટી હોલ ખાતે યોજાયું હતું. જેમાં ૧૨૦૦ થી વધારે સંખ્યામાં પ્રજાપતિ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. સમાજના આ સંમેલનમાં પ્રજાપતિ સમાજના આઈ.એ.એસ ઓફિસરો અને બીજા અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં સમાજના પ્રમુખ કાંતિભાઈ પ્રજાપતિ દ્વારા સમાજમાં ઉચ્ચ શિક્ષણ વધારવા માટે સમાજમાં રોજગારી વધારવા માટે અને માટીકામ વ્યવસાયમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગ કરી  માટીકામ વ્યવસાય આધુનિક બનાવવા પ્રયત્ન કરવા માટે સમાજને આહવાન કરવામાં આવ્યું હતું. ખાખરીયા પ્રજાપતિ સમાજમાં 42 ગામનો સમાવેશ થાય છે અને તે તમામ ગામોના તમામ કુટુંબોનું સંમેલન રાખવામાં આવ્યું હતું.જેમાં સાણંદ તાલુકાના અગ્રણીઓ તેમજ ખાખરીયા પ્રજાપતિ સમાજના આગેવાનો અધિકારીઓ અને યુવાનો મહિલાઓએ ભાગ લીધો હતો આ સંમેલનમાં સમાજના પ્રમુખ કાંતિભાઈ પ્રજાપતિ, મંત્રી ચંદુભાઈ પ્રજાપતિ,ઉપપ્રમુખ જયંતીભાઈ પ્રજાપતિ, સહમંત્રી પ્રજાપતિ,શીવાભાઈ,ખજાનચી ધનાભાઈ પ્રજાપતિ તેમજ આ.ઓડિટર પ્રહલાદભાઈ પ્રજાપતિ અને બીજા આગેવાનોએ ચર્ચા વિચારણા કરી સર્વાનુમતે જુના રીત રીવાજોમાં સમયાનુસાર ફેરફાર કરવામાં આવ્યા તેમજ આગામી સમયમાં સરકારી ભરતી માટે ટ્રેનિંગ ક્લાસ શરૂ કરવા અને માટીના વ્યવસાય સાથે સંકળાયેલા આ સમાજમાં માટલા બનાવવા માટે અને બીજા વાસણો બનાવવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ધંધામાં પ્રગતિ કરવા માટે પ્રયત્નો કરવાનું નક્કી કરવામાં આવ્યું અને તે દ્વારા સમાજમાં આર્થિક પ્રગતિ થાય યુવાનો આ વ્યવસાય સાથે સંકળાય અને આવનાર સમયમાં સરકારી નોકરીમાં પણ યુવાનોને તક મળે માટે ભરતી પરિક્ષાલક્ષી ટ્રેનિંગ આપવાનું નક્કી કરવામાં આવ્યું. સમાજના આ સંમેલનમાં સાણંદ તાલુકા ક્ષત્રિય અગ્રણી  નટુભા વાઘેલા સંમેલનમાં હાજરી આપી હતી અને શિક્ષણ થકી સમાજનો વિકાસ કરવા જણાવ્યું હતું શિક્ષણ એ કોઈપણ સમાજના વિકાસનું પગથિયું છે તેમ તેઓ જણાવ્યું વધુમાં સમાજના આઈ.એ.એસ.ઓ તેમજ ૭૦ વર્ષથી ઉપરની ઉંમરના વડીલોનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું અને શિક્ષણ થકી  ક્લાસ વન ટુની પરીક્ષા અને આઈ.એ.એસની પરીક્ષાઓ બાબતની માહિતી આપી અને સામાજિક પ્રશ્નોના નિકાલ માટે કમીટી બનાવવામાં આવી હતી સમાજના પ્રમુખ કાંતિભાઈ પ્રજાપતિએ સમાજના સંગઠન દ્વારા શૈક્ષણિક આર્થિક સામાજિક નૈતિક ઉત્થાન માટે આગળ આવવા આહવાન કરવામાં આવ્યું હતું. (તસવીર : ચિરાગ પટેલ - સાણંદ)

 

(7:11 pm IST)