Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

રાજ્યમાં કોરોનાના વળતા પાણી:નવા 20 કેસ નોંધાયા: વધુ 52 દર્દીઓ સાજા થયા:આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી :મૃત્યુઆંક 11.040 થયો :કુલ 12.65,605 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે 6984 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 421 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 20 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 52 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12,65.605 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,040  થયો છે ,રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.10 છે

  રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા રાજયમાં વધુ 6984 લોકોનું રસીકરણ કરાયું છે.આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12,75.15.988  લોકોનું રસીકરણ સંપન્ન થયું છે

 રાજ્યમાં હાલ 421 એક્ટિવ કેસ છે.જેમાંથી 2 દર્દી વેન્ટિલેટર પર છે,જ્યારે 419 દર્દીઓ સ્ટેબલ છે.  .

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 20 કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 5 કેસ,સુરત અને વડોદરામાં 3-3 કેસ,સુરત કોર્પોરેશન અને વડોદરા કોર્પોરેશનમાં 2-2 કેસ, ભરૂચ, કચ્છ, નવસારી,રાજકોટ કોર્પોરેશન અને સાબરકાંઠામાં 1-1 કેસ નોંધાયો છે

 

(6:58 pm IST)