Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

વડોદરામાં પુત્રવધુ સાથે સ્કૂટર પર જતા સાસુના ગળામાંથી અછોડો તોડી બે બાઈક સવાર ગઠિયા છૂમંતર.....

વડોદરા: પુત્રવધૂ  સાથે સ્કૂટર પર બેસીને જતા સાસુના ગળામાંથી સોનાનો અછોડો તોડીને બાઇક સવાર બે આરોપીઓ ભાગી ગયા હતા.જે.પી.રોડ  પોલીસે  આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

માંજલપુર જૈન મંદિર રોડ પર આદિનાથ ડૂપ્લેક્સમાં રહેતા કનકબેન હર્ષદભાઇ શાહ (ઉ.વ.૬૭ ઘરકામ કરે છે.ગઇકાલે બપોરે તેઓ   છોકરા નિશાંતની વહુ વાસવીબેનની સાથે ઘરેથી સ્કૂટર લઇને જૂના પાદરા રોડ તક્ષ પેરાડીમ બ્લુડાટની ઓફિસમાં પાસપોર્ટ લેવા માટે જતા હતા.બપોરે ચાર વાગ્યે તેઓ વોર્ડ નંબર -૬ ની સામે આવેલી વિનસ  હોસ્પિટલ પાસેથી પસાર થતા હતા.તે દ રમિયાન પાછળથી બાઇક પર આવેલા બે આરોપીઓ પૈકી પાછળ બેસેલા આરોપીએ કનકબેનના ગળામાંથી સોનાનો અછોડો તોડીને અક્ષર ચોક તરફ ભાગી ગયા હતા.જે અંગે કનકબેને જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી બાઇક સવાર અછોડાતોડની શોધખોળ હાથ ધરી છે.પોલીસે આ વિસ્તારમાં  ફિટ કરેલા સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૃ કરી બાઇકનો નંબર મેળવવાના પ્રયાસો હાથ ધરી છે.

 

(6:14 pm IST)