Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

આણંદ નજીક ચિખોદરામાં ઘર આંગણે ગંદુ પાણી ઢોળવા બાબતે બે પરિવારો બાખડ્યા: સામસામા પક્ષે મારામારી થતા પોલીસ ફરિયાદ

આણંદ: નજીક આવેલા ચીખોદરા ગામના વડલી બજારમાં ગંદુ પાણી ઢોળવા બાબતે બે પરિવારો વચ્ચે મારામારી થતાં આ અંગે આણંદ રૂરલ પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

બાબરભાઈ પુનમભાઈ પરમારે આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, નજીકમાં જ રહેતા લ-મીબેને રસ્તા ઉપર ગંદુ પાણી ઢોળ્યું હોય જે બાબતે તેઓએ ઠપકો કરતાં મંગળભાઈ બચુભાઈ પરમાર, કૌશિકભાઈ મંગળભાઈ પરમાર અને નટુભાઈ પરમાર ઉશ્કેરાઈ ગયા હતા અને ગમે તેવી ગાળો બોલીને નટુભાઈએ પોતાની પાસેનો લાકડાનો ડંડો બાબરભાઈને નાક ઉપર મારી દીધો હતો. ત્યારબાદ ગમેતેવી ગાળો બોલીને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.

(5:42 pm IST)