Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

આણંદમાં પાંચેક વર્ષ અગાઉ વીજ ચોરી કરતા પકડાયેલ ખંભાતના શખ્સને અદાલતે 2 વર્ષની સજાની સુનવણી કરી

આણંદ: શહેરમાં પાંચેક વર્ષ પહેલાં જીઈબી ટીમના હાથે વીજ ચોરી કરતાં પકડાયેલા ખંભાતના ગોલાણાના શખ્સને આણંદની કોર્ટે તકશીરવાર ઠેરવીને બે વર્ષની સજા ફટકારતા વીજ ચોરોમાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગત તારીખ ૨૪-૧-૧૪ના રોજ તારાપુર જીઈબી દ્વારા ગોલાણા ગામે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં મોટા ફળિયામાં રહેતા ભુપતભાઈ દીપસીંગભાઈ પરમારે વીજપોલ પરથી ઘરના મીટર સુધી આવતા સર્વિસ વાયરમાં ટેપીંગ કરીને ભુરા વાયરની મદદથી વીજ ચોરી કર્યાનું પકડાઈ જવા પામ્યું હતુ. જે અંગે દંડનીય વીજ બિલ ફટકારવામાં આવ્યું હતુ જેની પણ ભરપાઈ ના કરતાં આખરે તારાપુર પોલીસ મથકે ધી ઈલેક્ટ્રીસીટી એક્ટ-૨૦૦૩ની કલમ ૧૩૫ (૧) (બી)મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે ભુપતભાઈ પરમારની ધરપકડ કરીને તપાસ પૂર્ણ કર્યા બાદ ચાર્જશીટ ફાઈલ કર્યું હતુ.

(5:41 pm IST)