Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

ઇદે મિલાદનું જુલૂસ કઇ રીતે મનાવવું તે અંગે

ધારાસભ્‍ય શેખની જહેમતથી ગામેગામ લોકોમાં જાગૃતિ

અમદાવાદ તા ૭  :  ઇદે મિલાદના જુલૂસમાં થઇ રહેલા શરીઅત વિરૂધ્‍ધના કામો બંધ થાય તે માટે ધારાસભ્‍ય ગ્‍યાસુદીન શેખ લાંબા સમયથી જહેમત ઉઠાવી રહ્યા છે. જાહેર સભામાં અને શેરી-મહોલ્લાની મીટીંગોમાં પણ તેઓ ઇદે મિલાદનુંજુલૂસ ભવ્‍યાતિભવ્‍ય બનાવવા સાથે શરીઅતની પાબંદી સાથે કઇ રીતે કાઢવું તેની સમજણ આપી રહ્યા છે. સાથે-સાથે ઇદે મિલાદુન્‍નબી સેન્‍ટ્રલ કમીટી, ધાર્મિક, સામાજીક અને રાજકીય આગેવાનોને સાથે રાખી તેમના સાથ-સહકારથી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેની અસરરુપે રાજયના અસંખ્‍ય શહેર-જિલ્લામાં લોકોમાં જાગૃતિ આવી રહી છે. જુમમાની નમાઝોમાં પણ આ વિશે બયાનો થઇ રહ્યા છે.

રવિવારના રોજ ઇદેમિલાદની ભવ્‍યાતિભવ્‍ય ઉજવણી કરવામાં આવનાર છે, તે માટે મુસિલમ બિરાદરો દ્વારા છેલ્લા એક સપ્‍તાહથી તૈયારીઓ થઇ રહી છે. સાથે સાથે ઇદેમિલાદનું  જુલૂસ  શરીઆતના  દાયરામાં રહીને કઇ રીતે કાઢવું અને કઇ બાબતોનો ખ્‍યાલ રાખવો ? તે અંગે પણ જાગૃતિ ઉભી કરવામાં આવી રહી છે. મસ્‍જીદોમાં ઇમામ દ્વારા પણ જુલૂસમાં બાવુઝુ જનું, નમાઝની પાબંદી કરવી, ઓૈરતોએ સામેલ ન થવું, ડીજે ન વગાડવા, નાચગાન ન કરવા, ન્‍યાઝને ઉછાળીને કે ફેંકીને ન વહેચવી જેવી બાબતો અંગે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.

કચ્‍છ જિલ્લાના મુસિલમ અગ્રણી હાજી જુમા રાયમાએ ગાંધીધામ સહિત સમગ્ર કચ્‍છના મુસ્‍લિમ સમાજને વિનંતી કરી છે કે, ઇદેમિલાદનું જુલૂસ ભવ્‍યાતીભવ્‍ય બનાવો, પરંતુ શરીઅત વિરૂધ્‍ધના કાર્યો જુલૂસમાં બંધ થાય તે જરૂરી છે. હરીઅતની પાબંધી સાથે જુલૂસ કાઢશો તો ચાર ચાંદ લાગી જશે. જુલૂસ દરમિયાન ડી.જે. ન વગાડવા, ધુન પર નાચવું નહીં, ફટાકડા ફોડવા નહીં, ન્‍યાઝ રોડ ઉપર ફેંકવી નહીં, જે રસ્‍તેથી પસાર થઇએ તે રસ્‍તો સાફ રાખવો, કેક ન કાપવા, ઓૈરતોને જુલૂસમાં સામેલ ન કરવા, ખાસ કરીને જુલૂસમાં બાવુઝુ સામેલ રહી નમાઝની ,ાબંદી રાખછી, માથા ઉપર ઇમામા બાંધવો, અદબ સાતે હમ્‍દ અને ન્‍આતશરીફ પઢતા પઢતા ટ્રાફિકને અડચણરૂપ ન બને અને કોઇને તકલીફ કે નુકશાન ન પહોંચે તે રીતે અદબપુર્વક જુલૂસમાં સામેલ થવું ઉપરાંત વેપારીઓ કે રાહદારીઓ પરેશાન ન થાય તેનું ખાસ ધ્‍યાન રાખવુ, જુલૂસમાં જાગૃતિ પેદા થાય તેવા સંદેશા પ્રદર્શિત કરવા, જેમ કે, પાણી બચાવો, વૃક્ષો બચાવો, બેટી બચાવો, સ્‍વચ્‍છતા જાળવો, જેવા સંદેશા પ્રદર્શિત કરવા ખાસ કરીને કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતી જળવાઇ રહે તેનું ખાસ ધ્‍યાન રાખવું તેવી અપીલ કરવામાં આવી છે.

(4:33 pm IST)