Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

જવાબ ન આપનારા કરદાતાઓ સામે એક તરફી એસેસમેન્ટ શરૂ કરાયું

આવકવેરા વિભાગમાં નોટબંધીના કેસોનું એસેસમેન્ટ અંતિમ તબકકામાં

અમદાવાદ તા. ૭ : આઠમી નવેમ્બર, ર૦૧૬ ની રાત્રે કેન્દ્ર સરકારે જાહેર કરેલી નોટબંધ બાદ મચેલી અફરાતફરીની અસર ત્રણ વર્ષ પછી પણ યથાવત છે. નોટબંધી બાદની ડિપોઝીટ અંગે આઇટી વિભાગમાં હાલમાં એસેમેન્ટ અંતિમ તબકકામાં ચાલી રહ્યું છે. આ અન્વયે જે કરદાતાઓએ જવાબ આપ્યા ન હોય તેવા કરદાતાઓ માટે મોટી પેનલ્ટી વળી એક તરફી નોટીસની તૈયારીઓ વિભાગ દ્વારા શરૂ થઇ ચુકી છે. આઇટી અધિકારીઓ કલમ -૧૪૪ મુજબ નોટીસ આપી રહ્યા છે. કરદાતાઓને ૩૧મી ડિસેમ્બર સુધી ઓર્ડર કરાશે.

ડિપોઝીટ કરનારા છટકી ન જાય માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકિકસ સીબીડીટીએ ચાર પાનાનું ૬૦ કવેરીના જવાબ મેળવવા માટેનું ચેક લિસ્ટ જાહેર કર્યુ છે. જેમાં દુધવાળા વેપારી, જમીન દલાલ, જવેલર્સ સહીત અનેક ભેરવાય તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. હાલમાં આ તમામના કેસ એસેસમેન્ટ હેઠળ છે. યોગ્ય ઉત્તર નહીં આપવાના કેસમાં અધિકારીઓ ટેકસ, પેનલ્ટી અને વ્યાજ મળીને કુલ ૧૧૭ ટકા સુધીની બોજો તેમના પર મુકે તેવી શકયતા છ.ે એસેસમેન્ટ બાદ કરદાતાઓને અપીલમાં જવા તક મળશે. અમદાવાદમાંથી ૩૦ હજાર કરોડની કેશ ડિપોઝીટ થઇ હોવાનો અંદાજ છે રાતોરાત ૧૦ હજાર કરોડનું સોનું પણ વેચાયું હોવાનો અંદાજ છ.ે

ચેક લિસ્ટ મુજબ પ્રશ્નો પુછવામાં આવી રહ્યા છે અધિકારીઓ કરદાતાઓ દ્વારા રજુ કરવામાં આવેલી વિગતો માન્ય રાખે છે કે નહી તે જોવાશે. જો નહી માન્ય રાખે તો કરોડો રૂપિયાનો ટેકસ અમદાવાદીઓએ ભરવાનો થશે. નોટબંધીના કેસમાં અધિકારીઓ રૂપિયા કોના છે, કયાંથી આવ્યા જેવા સવાલો પુછી રહ્યા છે.

(4:05 pm IST)