Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

CBSE ધો. ૧૦-૧૨ ની પ્રેકિટકલ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો

. પ્રેકિટકલ પરીક્ષા ૧ વાન્યુઆરી થી ૭ ફેબ્રુઆરી દરમિયાન યોજાશે

અમદાવાદ તા ૭  : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન (સીબીએસઇ)         દ્વારા ધો. ૧૦ અને ૧૨ની પ્રેકટિકલ પરીક્ષાનો શેડયુલ જાહેર કરાયું છે. સીબીએસઇ દ્વારા ઇસ્યુ કરાયેલ પરિપત્ર અનુસાર ધો.૧૦ અને ૧૨ની પ્રેકટિકલ પરીક્ષાઓ ૧ જાન્યુઆરીથી ૭ ફેબ્રુઆરી વચ્ચે લેવામાં આવશે.

સીબીએસઇએ જણાવ્યું હતું કે પ્રેકટિકલ પરીક્ષા બાદ સ્કિલ સબજેકટના થિયરી પેપર ૧૫ ફેબ્રુઆરીથી શરૂ થઇ જશે. સીબીએસઇ બોર્ડ શાળાઓને પ્રેકટિકલ પરીક્ષાઓ બાદ આપવામાં આવેલ માર્કસ તાત્કાલીક સંબંધિત લિંક પર અપલોડ કરવા જણાવ્યું છે. સીબીએસઇએ જણાવ્યું છે કે, માર્ક અપલોડ કરતી વખતે શાળાઓ એ ખાસ ધ્યાન રાખે છે યોગ્ય અને સાચા માર્ક જ અપલોડ કરવામાં આવે કારણ કે એક વખત અપલોડ કર્યા બાદ તેમાં કોઇ સુધારો નહીં થઇ શકે. સીબીએસઇ બોર્ડે જણાવ્યું છે કે સબંધિત શાળાઓમાં પ્રેકટિકલ પરીક્ષા અને પ્રોજેકટ એસેસમેન્ટ હાથ ધરવામાં આવશે. ગત પ્રેકટિકલ પરીક્ષાની જેમ જ બહારના એક પરીક્ષક સાથે આંતરિક પરીક્ષક પણ હશે. સીબીએસઇ બોર્ડના ધો.૧૦ અને ધો.ે૧૨ની મેઇન પરીક્ષા માર્ચ અને એપ્રિલમાં યોજાશે. સીબીએસઇ દ્વારા ઇસ્યુ કરાયેલ પરીપત્રમાં શાળાઓને પ્રેકટિકલ પરીક્ષા માટે બહારના પરીક્ષક નિયુકત કરવા સુચના આપવામાં આવી છે.

(4:05 pm IST)