Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

ગંભીરા-કિંખલોડ રોડ પર અજાણ્યા વાહનની હડફેટે વૃદ્ધાનું કરુણ મોત

ગંભીરા:ગંભીરા-કીંખલોડ રોડ ઉપર આવેલી એક હોટલ પાસે રોડ ક્રોસ કરતી એક વૃદ્ઘાને અજાણ્યા વાહને ટક્કર મારતાં તેણીનું સ્થળ પર જ મોત થયું હતુ. આ અંગે ભાદરણ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 

અકસ્માતની મળતી વિગતો અનુસાર ચંચળબેન શંભુભાઈ ગોહેલ (ઉ. વ. ૬૦)ગઈકાલે સાંજના સવા છ વાગ્યાના સુમારે ગંભીરા-કીંખલોડ રોડ ઉપર આવેલી ભાણાભાઈની હોટલ સામેથી રોડ ક્રોસ કરતા હતા ત્યારે પુરપાટ ઝડપે આવી ચઢેલા કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતાં તેમના ડાબા પગે, જમણી આંખ ઉપર તેમજ શરીરે વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ મોત થયું હતુ. ટક્કર માર્યા બાદ અજાણ્યો વાહનચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. 


 

(5:53 pm IST)