Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

ગાંધીનગરના ડભોડામાં હજારો વર્ષ જુના હનુમાનજીના મંદિરમાં ભક્તોએ 100 ડબ્બાથી વધુનો અભિષેક કર્યો

ગાંધીનગર: જિલ્લામાં ડભોડા ખાતે આવેલા લગભગ એક હજાર વર્ષ જુના ડભોડીયા હનુમાનજી દાદાના મંદિરમાં કાળીચૌદશના લોકમેળા પ્રસંગે ૧૦૦૦ ડબ્બા કરતા વધારે તેલનો અભિષેક કરવામાં આવ્યો હતો. ધનતેરસની મધરાતે મહાઆરતી સાથે શરૂ કરવામાં આવતાં આ પરંપરાગત લોકમેળો કાળી ચૌદશની મધરાત સુધી યોજાયો હતો.

આ વખતે કાળી ચૌદશના મેળામાં ડભોડીયા હનુમાનજી મંદિર ખાતે બુંદીનો પ્રસાદ પણ રાખવામાં આવ્યો હતો. એટલું જ નહીં પણ બે હજાર કિલો બુંદીનો પ્રસાદ પણ બનાવવામાં આવ્યો હતો. એક અંદાજ પ્રમાણે આ વખતે કાળી ચૌદશના મેળામાં ત્રણ લાખ ભક્તોનો સાગર ડભોડામાં છલકાયો હતો. 

તો માનવ મહેરામણ અને ભક્તોની શ્રધ્ધાને ધ્યાનમાં રાખી મંદિરના ટ્રસ્ટ દ્વારા વિવિધ સુવિધાઓ પણ કરવામાં આવી હતી. તે અંતર્ગત દાદાના દર્શન માટે તેમજ મહાઆરતીનો લ્હાવો લેવા માટે સ્ક્રીન પણ મુકવામાં આવી હતી.ડભોડીયા હનુમાનજી દાદાના મંદિરે દર કાળીચૌદશે ભવ્ય મેળો યોજાયો હતો. 

 

(5:51 pm IST)