Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

પલસાણાના કરણ ગામની સીમમાં પેટ્રોલ પંપ પર પિસ્તોલની અણીએ લૂંટ ચલાવી ફાયરિંગ કરતા લોકોમાં ફફડાટ

પલસાણા: તાલુકાના કરણ ગામની સીમમાં ને.હા.નં.૪૮ પર કડોદરાથી પલસાણા તરફ જતા રોડ ઉપર આવેલા પેટ્રોલપંપ ઉપર ત્રણ અજાણ્યા હિન્દી ભાષી ૨૫ થી ૩૦ વર્ષના શખ્સોએ કેશીયરને માર મારી છાતી પર પિસ્તોલ મૂકી ધમકાવી રોકડા રૂ. ૫૫૦૦૦ અને બે મોબાઈલ લૂંટી લીધા હતા. ત્રણેય જણાને વોચમેને પડકારતા એક રાઉન્ડ ફાયરીંગ કરી બાઈક પર બેસી ભાગી ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ ટેકનોલોજી આધારે તપાસ હાથ ધરી છે.

કરણ ગામની સીમમાં ને.હા.નં.૪૮ પર કડોદરાથી પલસાણા તરફ જતા ટ્રેક ઉપર શ્રી પેટ્રોલીયમ નામે પેટ્રોલપંપ આવેલો છે. પેટ્રોલપંપની બાજુમાં વિજય પેલેસ હોટલ છે. ગત રાત્રે પેટ્રોલપંપ ઉપર કેશીયરની નોકરી કરતા પ્રતાપતસિંહ સોહનસિંહ ચૌહાણ (હાલ રહે-સ્વસ્તીક નગર સોસાયટી, ચલથાણ, તા. કામરેજ. મૂળ રહે-રાજસ્થાન) તથા ફિલ્ટર રામસિંહ માનસિંહ રાવત, શ્રવણ ફુલસિંહ રાજપૂત અને શેરસિંહ લક્ષ્મણસિંહ રાજપૂત ફરજ પર હજાર હતા. મળસ્કે પાંચ વાગ્યે બાઈક પર બે શખ્સો પેટ્રોલપંપ ઉપર આવી કેશીયરને કેબીન પાસે જઈ પ્રતાપસિંહ ચૌહાણને પીવાના પાણીની વાત કરતા પ્રતાપસિંહે કેબીનમાંથી જ ઈશારો કરી બહાર મુકેલું કુલર બતાવી દીધું હતું. બંને શખ્સો બાઈક મુકી કુલર પર જઈ પાણી પી લઈ બાઈક પર પરત જતા રહ્યા હતા.

(5:44 pm IST)