Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

વડોદરા: ઢોર પકડવાની કામગીરી કરનાર બેને લાંચના કેસમાં સસ્પેન્ડ કરવાની નોબત આવી

વડોદરા:શહેરમાં ઢોર પકડવાની કામગીરી કરતી મ્યુનિ. કોર્પોરેશનની ઢોર પાર્ટીના સુપરવાઈઝર વિક્રમસિંહ મારૃતિરાવ બોરાડે અને વોર્ડ નં.૫ના સિપાહી ગોપાલભાઈ ઉર્ફે ગોવિંદભાઈ શંકરભાઈ રબારી લાંચ લેતા ઝડપાયા બાદ બંનેને સસ્પેન્ડ કરી દેવાયા છે.

બોરાડે દ્વારા રખડતા ઢોરો નહી પકડવા માટે સમા વિસ્તારનાં એક ગોપાલક પાસેથી રૃા.૨૦ હજારની લાંચ માગી હતી, અને રકઝકના અંતે રૃા.૧૫ હજારમાં સોદો નક્કી થયો હતો. આ રૃપિયા ગોપાલક આપવા માંગતો ન હોવાથી તેણે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. એસીબીએ ગયા શુક્રવારે કોર્પોરેશનની કચેરીના કંમ્પાઉન્ડમાં જ છટકુ ગોઠવ્યુ હતુ. બોરાડે વતી રૃા.૧૫ હજારની લાંચ લેતા સિપાહી ગોપાલભાઈ એસીબીના હાથે ઝડપાઈ ગયા હતા. અને તેજ દિવસે બોરાડા સહિત બંનેને એરેસ્ટ કરાયા હતા, અને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા હતા. મ્યુનિ.કોર્પો.એ બંને સામે પડતર શિસ્ત વિષયક કાર્યવાહી દરમિયાન તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. સસ્પેન્શન દરમિયાન બંને કોર્પો.ની પરવાનગી મેળવ્યા વિના હેડકવાર્ટર છોડી નહી શકે અને કોઈ બીજી નોકરી કે ધંધો નહી કરી શકે.

 

(5:42 pm IST)