Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

સુરતમાં હીરા ઉદ્યોગમાં જોરદાર મંદીના કારણે આર્થિક ભીંસથી કંટાળીને રત્ન કલાકારનો આપઘાત

 

સુરત: દિવાળી ટાણે હીરા ઉદ્યોગમાં જોરદાર મંદીને કારણે રત્ન કલાકારોની હાલત ખરાબ થઈ રહી છે. રવિવારે વરાછા વિસ્તારમાં આર્થિક ભીંસથી કંટાળી વધુ એક રત્ન કલાકારે ઝેર પીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. મૃતક હિતેશ મુંઝાણી પોતાના મોટા ભાઈ રાજેશ મુંઝાણી સાથે રહેતો હતો.

રવિવારે બંને ભાઈઓ ઘરની સફાઈ કરી રહ્યા હતા, ત્યારે મોટો ભાઈ રાજેશ વેપારીનો ફોન આવતા સામાન લેવા માટે નીકળ્યો હતો. તે વખતે હિતેષ ઝેર પી લીધું હતું. હિતેષ મિનિ બજારના ડાયમંડ માર્કેટમાં કામ કરતો હતો.

રાજેશના જણાવ્યા પ્રમાણે, તેમને એવી કોઈ પૈસાની અછત પણ નહોતી. હિરેષને 1 નવેમ્બરથી દિવાળીનું વેકેશન પડી ગયું હતું. તેણે શા માટે પોતાનું જીવન ટૂંકાવ્યું તે હજુય સમજાતું નથી. હિતેષે પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યો હોવાની શક્યતા પણ રાજેશે નકારી દીધી હતી.

મહત્વનું છે કે, અત્યાર સુધી નવ જેટલા રત્ન કલાકારો આર્થિક સંકડામણથી કંટાળીને પોતાનું જીવન ટૂંકાવી ચૂક્યા છે. મંદીને કારણે કારીગરોની કમાણી પણ લગભગ અડધી થઈ ગઈ છે, અને દિવાળીના વેકેશન પછી કારખાના ખૂલશે કે તેમ તેમજ પોતાની રોજી-રોટી ચાલુ રહેશે કે કેમ તેની ચિંતા પણ કારીગરોને સતાવી રહી છે.

(5:29 pm IST)