Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

સુરત:ભરબપોરે ધોધમાર વરસાદ શરૂ થતા ગણપતિની મૃતિ વેચવા લોકોને રસ્તા પર બેસવાની નોબત આવી

સુરત: શહેરમાં બપોરે ધોધમાર વરસાદ શરૂ થયો હતો .વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ શરૂ થતા રસ્તે અવર-જવર કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ,તો બીજી તરફ ગણપતિના તહેવારને લઈને સુરતના રસ્તાઓ ઉપર ફૂટપાથ ઉપર ગણપતિજીની મૂર્તિ વેચવા બેસેલા લોકો ને ધોધમાર વરસાદ પડતા મૂર્તિઓ અને સલામત સ્થળે ખસેડવાની નોબત આવી હતી .

ગત રોજથી શરૂ થયેલા વરસાદના કારણે સુરતમાં ઠંડક પ્રસરી હતી જોકે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસની વરસાદની આગાહી આપવામાં આવી છે. જે અંતર્ગત ગત રાત્રિથી સુરતમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જોકે સવારે વિરામ બાદ બપોરે ફરી વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થતાં ઘણી જગ્યાઓ ઉપર પાણી ભરાઈ ગયા હતા. તો સૌથી વધુ હાલાકી રસ્તાઓ ઉપર સેંકડો મૂર્તિઓ વેંચતા લોકો ને થઈ હતી. સવારે તડકા બાદ બપોરે અચાનક ધોધમાર વરસાદ શરૂ થતા મૂર્તિ વેચતા લોકોએ વરસાદથી મૂર્તિઓને બચાવવા માટે દોડધામ કરવી પડી હતી. રીંગરોડ સિવિલ ચાર રસ્તા ખાતે મોટી સંખ્યામાં મૂર્તિઓનું બજાર ભરાય છે .આ મૂર્તિ વેચનાર લોકોએ પોતાની મૂર્તિઓને બ્રિજની નીચે મૂકવાનો વારો આવ્યો હતો .અને ઘણા લોકોએ તાત્કાલિક પ્લાસ્ટિક ઓઢાડીને વરસાદથી મૂર્તિઓનું રક્ષણ થાય તે માટેની તૈયારીઓ કરી હતી.

(4:59 pm IST)