Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

પાટણમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ જોરદાર વરસાદી ઝાપટા : રસ્તાઓમાં પાણી ફરી વળ્યાં

ભાદરવાના પ્રારંભની પૂર્વ સંધ્યાએ પાટણમાં જોરદાર વરસાદી ઝાપટાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

પાટણ :શ્રાવણ માસના અંતિમ દિવસે સોમવતી અમાસે અને ભાદરવાના પ્રારંભની પૂર્વ સંધ્યાએ પાટણના આકાશમાં કાળા ડિબાંગ વાદળો ધસી આવ્યા હતા અને જોતજોતામાં ચારેબાજુ ફેલાઈ જતાં મેઘરાજા બરાબરની બેટિંગ કરશે તેવું વાતાવરણ સર્જાયું હતું. જોકે, જોરદાર વરસાદી ઝાપટાં પડયા બાદ વાદળો વિખેરાઇ ગયા હતા સાંજના સુમારે આ વરસાદી ઝાપટાથી જાહેર માર્ગો પર પાણી ફરતા થયા હતા. તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

(12:47 am IST)