Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

બરોડા ડેરીના વહીવટને લઈને ઉભો થયેલો વિવાદ ઉકેલાયો : ભાજપના મોવડી મંડળે કરાવ્યું સમાધાન

જિલ્લા ભાજપના પ્રભારી પરાક્રમસિંહ જાડેજાના નિવાસે બેઠક યોજાઈ : કેતન ઇનામદાર અને દીનુ મામા વચ્ચે કયા મુદ્દે સમાધાન થયું તેને લઇને અનેક તર્ક વિતર્કો

વડોદરામાં બરોડા ડેરીના વહીવટ અંગે ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદાર અને ડેરીના ચેરમેન દીનુ મામા વચ્ચે ડેરીના વહીવટને લઇને ઊભો થયેલો વિવાદ ઉકેલાઈ ગયો છે. જેમાં કેતન ઇનામદાર અને દીનુ મામા વચ્ચે જિલ્લા ભાજપના મોવડીઓ સમાધાન કરાવ્યું છે .

આ અંગે વડોદરા જિલ્લા ભાજપના પ્રભારી પરાક્રમસિંહ જાડેજાના નિવાસે બેઠક મળી હતી.જેમાં જિલ્લા પ્રભારી પરાક્રમ સિંહ,જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ,સાંસદ રંજનબેન ભટ્ટની ઉપસ્થતીમાં બંને વચ્ચે સમાધાન કરવામાં આવ્યું હતું. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર અને બરોડા ડેરીના ચેરમેન દીનુમામા વચ્ચેશાબ્દિક યુદ્ધ શરૂ થયુ હતું. જેમાં બરોડા ડેરી દ્વારા પશુપાલકોને અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે 13 મુદ્દાનો પત્ર કેતન ઇનામદરે લખતા વિવાદની શરૂઆત થઈ હતી.

જો કે બરોડા ડેરીના વહીવટને લઇને કરવામાં આવેલા આક્ષેપ-પ્રતિઆક્ષેપો બાદ સમાધાન થતા અનેક સવાલો ઉભા થયા છે. જેમાં કયા મુદ્દે સમાધાન થયું તેને લઇને અનેક તર્ક વિતર્કો ચાલી રહ્યા છે. તેમજ આ સમાધાન બરોડા ડેરીના સભાસદોના હિતમાં થયું છે કેમ તે અંગે પણ ચર્ચાએ જોર પકડયું છે.

(11:58 pm IST)