Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

વિરમગામ અને માંડલ તાલુકાની આંગણવાડીમાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત માંડલના ૯૭ આંગણવાડી કેન્દ્રો અને વિરમગામના ૧૮૭ આંગણવાડી કેન્દ્રોમાં અલગ અલગ થીમ મુજબ દરરોજ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રેલી,સ્તનપાન વિશે પ્રતિજ્ઞા ,ગ્રામ પંચાયતો માં પોષણ પંચાયતો દ્વારા ,ANC અને PNC માતાઓની ગૃહ મુલાકાત ,THR અને MMY અંતર્ગત પ્રચાર પ્રસાર , સૂપોષણ સંવાદ ,મધર્સ મીટ , મમતા દિવસમાં આરોગ્ય વિભાગના FHW ના સહકારથી ,સ્તનપાન પર ક્વિઝ સ્પર્ધા ,સાસુ માતા ની મીટીંગ , સ્વસહાય જુથ સાથે મિટિંગ ,સ્તનપાન વિષય પર ટેલીફોનીક વિડીયો કાઉન્સિલિંગ ,સોશિયલ મીડિયા ગ્રુપ માં સંદેશાની વહેંચણી વગેરે દ્વારા સ્તનપાન,તેની પધ્ધતિઓ અને તેના મહત્વ વિશે લોકો માં જાગરૂકતા આવે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. સી.ડી.પી.ઓ મીતાબેન જાની દ્વારા વિવિધ આંગણવાડીઓ ની મુલાકાત દરમિયાન સ્તનપાન નો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો તેમજ મુખ્ય સેવિકા જાગૃતિબેન પ્રજાપતિ ,એન.એન.એમ સ્ટાફ , પી.એસ.ઈ સ્ટાફ ,આંગણવાડી કાર્યકર - હેલ્પર બહેનો દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહ ની ઉજવણી દરમિયાન ખૂબ જ સારી રીતે સ્તનપાન વિશે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો.

 

(7:11 pm IST)