Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

સાણંદ સી.આર.સી કક્ષાનો તાલુકા શાળા 2 ક્લસ્ટરનો કલા મહોત્સવ ઉજવાયો

ચિત્ર સ્પર્ધા, બાળ કવિ, સંગીત ગાયન અને વાદન સ્પર્ધા યોજાઈ : બાળકોને રાષ્ટ્રધ્વજની ઐતિહાસિક સમજ આપવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ :રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં કલા કૌશલ્યના વિકાસ થાય તે માટે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમના ભાગરૂપે તાલુકા શાળા ના 2 સીઆરસી કક્ષાનો કલા મહોત્સવ સી.આર.સી કોડીનેટર પુનિતભાઈ.પી.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેમાં ચિત્ર સ્પર્ધા,બાળ કવિ,સંગીત ગાયન અને વાદન સ્પર્ધા યોજાઈ.આ પ્રસંગે મહાલક્ષ્મી તાલીમ ભવનથી લાયઝન ઓફિસર કૈલાસબેન ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના અંતે પુનિતભાઈ પ્રજાપતિએ બાળકોને રાષ્ટ્રધ્વજની ઐતિહાસિક સમજ આપી હતી અને બાળકોના હાથમાં જ ભારતનું ઉજ્જવળ ભવિષ્ય રહેલું છે તેમ જણાવ્યું હતું. (તસવીર : ચિરાગ પટેલ - સાણંદ)

(4:58 pm IST)