Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

તમે અકસ્માત કર્યો છે' કહીને અમદાવાદ સરખેજમાં સાડા ચાર લાખની ઉઠાંતરી કરનાર ઝડપાયો ;બીજાની શોધખોળ

યુવતીની કાર થોભાવી બે આરોપીઓએ કરી સાડા ચાર લાખના થેલાની ઉઠાંતરી

 

અમદાવાદના સરખેજ વિસ્તારમાં સાડા ચાર લાખ રૂપિયાની ઉઠાંતરી કરતા શખ્સની સરખેજ પોલીસે ધરપકડ કરી છે.

અંગેની વિગત મુજબ અમદાવાદના સરખેજ ફાટક પાસેથી થોડા દિવસ પહેલા એક યુવતી કાર લઇને પસાર થતી હતી. મહિલા સરખેજ રીંગરોડ પર ગાડી લે વેચની ઓફિસ ધરાવે છે અને ત્યાંથી વકરાના રૂપિયા લઇને તે ઘરે જતી હતી. ત્યારે બે શખ્સો તેની કાર પાસે આવ્યા અને કાર રોકાવી હતી.

બાદમાં કંડક્ટર સીટ પર જઇને એક શખ્સે કાચ ખખડાવી કહ્યું કે તમે અમને અકસ્માત કર્યો છે અમને ઇજા થઇ છે. જેથી મહિલા ગભરાઇ ગઇ અને બીજા શખ્સે ડ્રાઇવર સાઇડનો કાચ ખખડાવી તેની સાથે ઝઘડો શરૂ કર્યો હતો. કંડક્ટર સીટ પર સાડા ચાર લાખ પડેલો થેલો લઇ શખ્સ ફરાર થઇ ગયો અને બાદમાં ડ્રાઇવર સીટ પાસે ઉભેલો શખ્સ પણ વાતો કરી ફરાર થઇ ગયો હતો.

બાદમાં આરોપીઓને પકડવા માટે થઇને ક્રાઇમબ્રાંચ પણ એક્ટિવ થઇ હતી..જેને લઇને ક્રાઇમબ્રાંચે ગુનાને અંજામ આપતા લોકોની શોધખોળ હાથ ધરી તે દરમિયાન બાતમીના આધારે વિશાલ દિલાવાલા નામના શખ્સની ધરપકડ કરી.

(10:56 pm IST)