Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

નર્મદા જિલ્લાના પુરવઠાના ગોડાઉનોમાંથી અનાજનો જથ્થો ઓછો અપાતો હોવાની ફરીયાદ થતા તપાસ સોંપાઈ

રાજપીપળા નગરપાલિકાના સદસ્યાએ અધિકારીઓને રજુઆત કરતા પુરવઠા અધિકારીએ આ બાબતે જેતે તાલુકાના મામલતદારને તપાસનો હુકમ કર્યો,પણ શું તટસ્થ તપાસ થશે.?

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સહિત નર્મદા જિલ્લાના પુરવઠા ગોડાઉનોમાંથી સસ્તા અનાજની દુકાનદારોને ઓછું અનાજ મળવા બાબતે રાજપીપળા પાલિકાના મહિલા સદસ્યા એ ઉચ્ચ અકધિકારીઓને લેખિત જાણ કરતા તપાસના આદેશ અપાયા છે.
રાજપીપળા નગરપાલિકાના સદસ્યા ધાર્મિષ્ઠાબેન પટેલે જિલ્લા કલેકટર, જિલ્લા પુરવઠા અધિકારીને કરેલી લેખિત ફરીયાદ મુજબ નર્મદા જિલ્લામાં સસ્તા અનાજના ગોડાઉનો પરથી અપાતા અનાજમાં બે થી ત્રણ કિલોગ્રામ ઘટ આવે છે જેના કારણે સસ્તા અનાજની દુકાનદારો તેમના ગ્રાહકોને પણ અનાજ ઓછું આપતા હોય ગોડાઉન પરથી સમયસર અને પૂરતું અનાજ અપાઈ તેમજ જે દુકાનદારો ગ્રાહકો ને વારંવાર ધક્કા ખવડાવે છે તેમને સમયપત્રક મુકવા જાણ કરવા રજુઆત કરાઈ છે.
  જોકે આ બાબતે નર્મદા જિલ્લા પુરવઠા અધિકારી એન.યુ.પઠાણ એ જણાવ્યું કે આ અરજી બાદ મેં દરેક મામાલતદારો ને તપાસ ના આદેશ આપી દીધા છે અઠવાડિયામાં મને રિપોર્ટ મોકલશે.
  જોકે આ બાબતે તટસ્થ તપાસ થશે કે નહીં એ બાબત કહેવી મુશ્કેલ છે પરંતુ ગોડાઉન પરથી મળતા ઓછા અનાજ બાબતે વર્ષોથી ફરીયાદ સંભળાઈ છે છતાં આજદિન સુધી કોઈજ નિરાકરણ આવ્યું નથી,તો શું ઉપર થી નીચે સુધી તમામ ની મિલીભાગત હશે.?શુ માત્ર અરજદાર ના સંતોષ ખાતર તાપસ ના હુકમો નાટ્યાત્મક છે.? જેવા સવાલો હાલ જિલ્લામાં ઉઠ્યા છે.

(10:43 pm IST)