Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

ગાંધીનગરમાં પુરપાટ ઝડપે જઈ રહેલ કારે બાઇક્સવારને હડફેટે લેતા બે યુવાન પૈકી એકનું મોત

ગાંધીનગર:શહેરના પહોળા રાજમાર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેરના ગ-માર્ગ ઉપર ગઈકાલે બપોરે પુરઝડપે જતી કારે બાઈકસવાર બે યુવાનોને અડફેટે લીધા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગરથી અમદાવાદ સિવિલ લઈ જવાયા હતા. જયાં સારવાર દરમ્યાન એક યુવાનનું મોત નીપજયું હતું. આ ઘટના અંગે સે-૭ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને તેને પકડવા દોડધામ શરૃ કરી છે.

ગાંધીનગર શહેરના પહોળા રાજમાર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે શહેરના ગ-માર્ગ ઉપર ગ-દોઢ પાસે ગઈકાલે બપોરે સર્જાયેલા અકસ્માતમાં ઘાયલ યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. શહેરના સે-૪/એ પ્લોટ નં.૧૮૦/રમાં રહેતા જલ્પન ઉર્ફે નાનજીભાઈ કાંતિભાઈ પટેલ તેમના મિત્ર હર્ષદ ખેમચંદભાઈ રાઠોડ સાથે બાઈક ઉપર ગ-ર થી ગ-૧ સર્કલ તરફ જઈ રહયા હતા ત્યારે ત્યાંથી પસાર થતી કાર નં.જીજે-૦૧-એચઝેડ-૬૮૨૯ના ચાલકે તેમના બાઈકને અડફેટે લીધું હતું. જેના કારણે આ બન્ને યુવાનોને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ગાંધીનગર સિવીલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જયાં તેમની તબિયત લથડતાં વધુ સારવાર માટે અમદાવાદ સિવીલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમ્યાન ૪ર વર્ષીય જલ્પનભાઈનું મોત થયું હતું. ગાંધીનગરમાં ઓક્સિજનના સપ્લાયનો વ્યવસાય કરતાં જલ્પનભાઈએ કોરોના કાળમાં પણ સારી એવી સેવા કરી હતી. હાલ તો આ ઘટના અંગે કાંતિભાઈ પટેલની ફરીયાદના આધારે સે-૭ પોલીસે કાર નંબરના આધારે કાર ચાલક સામે ગુનો નોંધી તેને પકડવા માટે દોડધામ શરૃ કરી છે.

(4:46 pm IST)