Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

ચોટીલા પંથકમાં સરા જાહેર ફાયરીંગ મામલે પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ૭ માંથી ૫ આરોપીઓ આ રીતે ઝડપી લેવાયાઃ રસપ્રદ કથા

ડીઆઇજી સંદીપ સિહ દ્વારા મામલાની ગંભીરતા સમજી, સુરેન્દ્રનગર એસપી મહેન્દ્ર બગડીયાના સુપરવિઝન હેઠળ ચોટીલા, લીંબડી અને થાનગઢ પોલીસની વિવિધ ટીમો દોડતી કરી, પળેપળની માહિતી મેળવાય રહી હતી : ડીવાયએસપી સી.પી.મુંધવા, થાનગઢ પીઆઇ એમ. ડી.ચૌધરી પણ સક્રિય બનેલઃ સૌરાષ્ટ્ર ગુજરાતમાં વિશાળ બાતમી વર્તુળ અને અંગત મિત્રો ધરાવતા ચોટીલા પીઆઇ નયન ચૌહાણ ટીમ દ્વારા આરોપીઓને ઝડપી લીધા : બાદ જ નિરાંતનો શ્વાસ લીધો, ડીઆઇજી અને એસપી દ્વારા પ્રસંશા

રાજકોટ તા. ૭, ચોટીલા તાલુકાના ખેરડી ગામે ફાયરિંગ કરી, ૩ વ્યકિતઓને ઇજા કરવાના ચકચારી મામલામાં રાજકોટ રેન્જ વડા સંદીપ સિહ દ્વારા આવી ઘટનાને ખૂબ ગંભીર ગણી આરોપીઓને તાત્કાલિક પકડવા લીંબડી, ચોટીલા અને થાનગઢ સહિતની વિવિધ ટીમો બનાવવાના પગલાંને સફળતા મળી છે. કુલ સાતમાંથી ૫ આરોપીઓ ઝડપાઇ ગયા છે.

 સુરેન્દ્રનગર એસપી મહેન્દ્ર બગડીયાના સુપરવિઝન હેઠળલીંબડી ડિવિઝનના વિભાગીય વડા સી.પી.મુંધવા, ચોટીલા પીઆઇ નયન ચૌહાણ સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી તાકીદે નાકાબંધી કરવા સાથે ચોટીલા પીઆઇ દ્વારા વિશેષમાં પોતાના જૂના સંબંધો કામે લગાડી કેટલાક વિશ્વાસુ દ્વારા પણ સમાંતર નેટ વર્ક ચલાવ્યું હતું.

૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૦૭, ૩ર૩, ૪ર૭, ૫૦૪,૫૦૬ (ર),૧૨૦ (બી) તથા આર્મ્સ એકટ કલમ ર૫ (૧) (એ), ર૭ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ રજી. થયેલ કે આજરોજ રાત્રીના સમયે ચોટીલા તાલુકાના ખેરડી ગામે ફરીયાદી શ્રી અશોકભાઇ રામજીભાઇ સાકરીયા જાતે.ત. કોળી ઉવ.રપ રહે.ખેરડી તા. ચોટીલાવાળાના રહેણાંક મકાન પાસે પંચર તથા કરીયાણાની દુકાન આવેલ હોય જે દુકાન પાસે આ કામના આરોપી જયરાજભાઇ વલકુભાઇ ધાધલ રહે.ખેરડી તા. ચોટીલાવાળા અવાર-નવાર ફરીયાદીશ્રીના ઘર તેમજ દુકાન પાસે આવી ગાળો બોલતા હોય જે બાબતે બંને વચ્ચે ઝગડો તકરાર થયેલ તે બાબતે આ કામના આરોપીએ દાઝ રાખી પોતાના મળતીયા માણસોને બોલાવતા આ કામના અજાણ્યા છ ઇસમો બે ફોર વ્હીલ ગાડી લઇ ખેરડી ગામે આવેલ અને આરોપી જયરાજભાઇ સાથે મળી ફરીયાદી તથા તેના પરીવારના સભ્યોને જાનથી મારી નાખવાનુ ગુન્હાહીત કાવતરૂ રચી જે કાવતરાને અંજામ આપવા માટે આ કામના આરોપીઓ પોતાની બે અલગ-અલગ ફોર વ્હીલ ગાડીમા બેસી ફરીયાદીશ્રીના ઘરે જઇ આરોપી જયરાજભાઇ તથા તેમના સાળાએ પોતાની પાસેના ગે.કા. હથીયાર પીસ્ટલમાંથી છ થી સાત રાઉન્ડ ફરીયાદીશ્રીના રહેણાંક મકાનની ડેલી પાસે આવી ફાયરીંગ કરતા ફરીયાદીશ્રીના પત્ની જાગુબેનને જમણા પગે તથા ફરીયાદીશ્રીના ભાભી ભારતીબેનને ડાબા પગે ગોળીઓ વાગેલ અને તેમની સાથે આવેલ જયરાજભાઇ તથા બીજા પાંચ અજાણ્યા આરોપીઓએ ધોકા તથા પાઇપ વડે ફરીયાદીશ્રીની ડેલી ઉપર તથા ફરીયાદીશ્રીના પિતા રામજીભાઇ પર ઘા કરી હુમલો કરી નાશી છુટયા હતા.

 આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવા માટે ડીઆઇજી સંદીપસિંહ દ્વારા ઘડાયેલ રણનીતિ મુજબ સુરેન્દ્રનગર એસપી મહેન્દ્ર બગડિયાંના સુપરવિઝન હેઠળ લીંબડી ડિવિઝન ડીવાયએસપી સી.પી. મૂંધવા,ચોટીલા પીઆઇ નયન ચૌહાણ ટીમ તથા થાનગઢ પીઆઇ એમ. ડી.ચૌધરી ટીમ દ્વારા જડબેસલાક અમલવારી થતાં આ સફળતા મળી છે.

(1:04 pm IST)