Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

DYSP સહિત ૩૫ જેલ સ્ટાફને તાકીદ બદલી નખાયોઃ એસપી રોહન આનંદને તપાસ સુપ્રત

કોરોનાકાળમાં અદ્ભુત કામગીરી, લોકડાઉનમાં ટર્ન ઓરવ જાળવવા સહિતની બાબતોની રાષ્ટ્રિય લેવલે નોંધ વચ્ચે વિવાદી પ્રવૃત્તિઓથી ચોકી ઉઠેલા ગુજરાતના જેલ વડા ડો.કે.એલ.એન.રાવ આકરા પાણીએ : તપાસમાં કસુરવાન ઠર્યે આકરી કાર્યવાહી, મહત્વની કામગીરીથી દૂર દેવાયા

રાજકોટ તા.૭: રાજ્યની જેલો દ્વારા કોરોના મહામારી સમયે પણ મુખ્ય જેલ વડા દ્વારા સાવચેતી ખાતર અદભૂત પગલાંઓ તથા લોકડાઉન સમયે સમગ્ર રાજ્યમાં ધંધા ઉધોગ મંદીમાં ચાલી રહ્યા છે તેવા સમયે જેલ ઉદ્યોગનું ટર્ન ઓવર જાળવવા સફળ રહેતા રાષ્ટ્રિય લેવલે નોંધ લેવાઈ રહી છે તેવા સમયે સાબરમતી જેલમાં વિવાદ થાય તેવી કામગીરીની જાણ થતાં નાયબ જેલ અઘિક્ષક સહિત ૩૫ ની તાકીદે બદલીઓ કરવામાં આવી છે.                        

સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ ગુજરાતની જેલોમાં કેદીઓ જેલ મુકત થયા બાદ ફરી ગુન્હાના રસ્તે ન વળે તે માટે કેદીઓને તેમની રસ રૂચી મુજબના ઉદ્યોગમાં કામગીરી કરવાની તક એડી.ડીજી.પી લેવલના ડો.કે.એલ.એન.રાવ દ્વારા આપવામાં આવીછે જની નોંધ ગૃહ મંત્રાલય દ્વારા લેવામાં આવી છે.               

 દરમિયાન એક જવાબદાર અધિકારી સહિત કેટલાક સ્ટાફ દ્વારા  નાણા લય સુવિધા આપી રહ્યાના માહિતી ડો.રાવ સુધી પોહચતા એક ડેપ્યુટી સુપ્રિ.લેવલના અધિકારીને સહિત કસુરવાન માનતા ૩૫ જેટલા સ્ટાફની તાકીદે બદલી કરી જેલ સુપ્રિ.રોહન આનંદને તપાસ સુપ્રત કરી છે,તપાસ રિપોર્ટ મળ્યે તુરત આકરી કાર્યવાહી થશે,આમ ગુજરાતના ઇતિહાસમાં કદી ન થય હોય તેવી જેલ કામગીરીનું ધોવાણ કરતા કેટલાક તત્વોના પ્રયાસો સામે જેલ વડા ઊંડી તપાસ માટે પ્રયત્નશીલ બન્યા છે.

(1:03 pm IST)