Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

અરવલ્લી જીલ્લામાં ત્રણ લાખ વધુ લોકોને કોરોના રસીકરણ કરાયુ

જિલ્લામાં તમામ 6 તાલુકા મથકોમાં અત્યાર સુધીમાં 3 લાખ 20 હજાર 81 લોકોને રસી અપાઇ

અરવલ્લી જીલ્લામાં કોરોના રસીને લઇને લોકોમાં નિરસતા જોવા મળી રહી હતી.અંતરીયાળ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના રસી પ્રત્યે નિરસતાનુ પ્રમાણ હતુ. જેને લઇને અનેક ગામડાઓમાં કોરોના રસીકરણ થયુ જ ના હોય તેવી સ્થિતી હતી. પરંતુ હવે જિલ્લામાં રસીકરણ પર ભાર મુકવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

જિલ્લામાં તમામ 6 તાલુકા મથકોમાં અત્યાર સુધીમાં 3 લાખ 20 હજાર 81 લોકોને રસી અપાઇ ચુકી છે. જૈ પૈકી 18 થી 44 વયજૂથના 90 હજાર 351 યુવાનોને રસી અપાઇ છે. જિલ્લામાં 5 લાખ 24 હજાર જેટલા યુવાનો છે. આમ તે પૈકાના 16 થી 17 ટકા યુવાનોને રસીકરણ કરવામાં આવ્યુ છે. જિલ્લામાં 1.21 લાખ લોકો એ રસીના બંને ડોઝ મેળવ્યા છે. આમ હવે લોકો રસી પ્રત્યે જાગૃત થઇ આગળ આવી રહ્યા છે.

   
(11:07 am IST)