Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

સાબરકાંઠાના કોરોના ગ્રસ્ત દંપતીને સારવારમાં મળ્યો સાથ

સાબરકાંઠામાં તંત્ર દ્વારા પ્રસંસનીય કામગીરી

અમદાવાદ, તા. ૭ : સાબરકાંઠા જિલ્લાના ઇડરના સ્ટેશન વિસ્તારના આશાબેન અને તેમના પતિ બંનેને કોરોના સંર્ક્મણ થયુ હતું. જેમાં બંને કોરોના મુક્ત બની ઘરે પરત ફર્યા હતા. આ દંપતિની આર્થિક સ્થિતિ ખુબ જ નબળી હોવાથી વહિવટી તંત્ર દ્વારા રાશન પુરૂ પડાયું હતું. કોરોના મુક્ત થઈ ઘરે પરત ફરેલા નાગરીકોને ટેલીફોનીક જાણકારી લેવામાં આવે છે. કોરોનામુક્ત લોકોને ટેલીફોનીક ફોલોઅપ લેવામાં આવ્યું હતું. જેમાં તા. ૫ જુનના રોજ ઇડર સ્ટેશન વિસ્તારમાં કોરોના પોઝીટીવ આવનારા આશાબેન આદિવાસીને ફોન કરી તેમના ખબર અંતર પુછતા તેમના ઘરે રાશન ના હોવાનું વહીવટી તંત્રને જાણવા મળ્યું હતું. આ બાબતે જિલ્લાના કોરોના વોર રૂમની કામગીરી સંભાળતા મદદનીશ કલેક્ટર મમતાબેન હિરપરાએ આ પરીવારની તાત્કાલિક મદદ માટે ઇડર મામલતદારને જાણ કરી અને આશાબેનના ઘરે રાશન પહોંચાડવા જણાવામાં આવ્યું હતું. પુરવઠા વિભાગે પહેલ કરી આ પરીવાર સુધી રાશન પહોચતું કર્યું.

           આશાબેન જણાવે છે કે,  તેઓ અને તેમના પતિ જ્યંતિભાઇ આદિવાસી બંને કોરોના પોઝીટીવ આવ્યા હતા. હિંમતનગર સિવીલ હોસ્પિટલ ખાતે તેમની ખુબ સારી સારવાર કરવામાં આવી જેના અંતે આ દંપતિએ કોરોનાને માત આપી પોતાના ઘરે પરત ફર્યા હતા. વધુમાં તેઓ કહે છે કે મારે બે નાની દિકરીઓ છે અને અમારી આર્થિક સ્થિતી ખુબ જ નબળી હોવાથી વહિવટી તંત્ર દ્વારા અગાઉ પણ અમને રાશન પુરૂ પાડ્યું હતું. હાલમાં અમને ઘરે રહેવા જણાવાયું હોવાથી અમે મજુરી કરી શકતા નથી. અમારા ખબર-અંતર પુછવા જ્યારે ફોન આવ્યો ત્યારે અમે ઘરે અનાજ ના હોવાનુ જણાવતા અમને તાત્કાલીક જ બીજા દિવસે અનાજ પુરૂ પાડવામાં આવ્યું હતું.  આમ હાલમાં કોરોના મહામારી વચ્ચે પણ વહિવટી તંત્ર દ્રારા નાના-નાના માણસની પણ દરકાર લેવામાં આવી રહી છે. કોરોના દર્દીની સારવાર જ નહિ પરંતુ સારવાર બાદ ગરીબ અને જરૂરીયાતમંદ લોકોની અન્ય જીવન જરૂરીયાતની વસ્તુઓ ઉપલબ્ધ કરાવી સાળસંભાળ સાબરકાંઠા વહિવટી તંત્ર દ્વારા લેવામાં આવી રહી છે.

(9:51 pm IST)