Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

રથયાત્રાની તૈયારી : ભગવાનના રથના નવા પૈડાં તૈયાર કરાયા

કોરોનાના કારણે પોલીસ માટે નવો ટાસ્ક : ભગવાનનાં રથને ૬ પૈડાં હોય છે જેમાં બધા રથમાં સ્પેરમાં મોટા તથા નાના પૈડાં રાખવામાં આવે છે :પુરજોશમાં તૈયારી

નવી દિલ્હી, તા. ૧૧  : શહેરના જમાલપુર ખાતે આવેલા જગન્નાથ મંદિરની  બિલ્કુલ સામે જોવા મળતાં રથ, જેના પર બેસીને ભગવાન આપે છે ભક્તોને દર્શન કહેવાય છે કે આ એ રથ છે. જેને મંદિરનાં મહંત નરહિંહદાસજીએ, પુરીમાં પ્રભુનો રથ તૈયાર કરતા કારીગરોની દેખ રેખમાં તૈયાર કર્યા હતા. આજે પણ આ જ રથમાં પરંપરાગત રીતે રથયાત્રા કાઢવામાં આવે છે. પરંતુ આ રથનો પણ વિશેષ મહિમા છે. કહેવાય છે કે જગન્નાથ પુરીમાં દર વર્ષે રથયાત્રા માટે નવા રથનું નિર્માણ કરવામાં આવે છે .જેમાં જગન્નાથજીનો રથ નંદિધોષ ૪૫ ફૂટ ઊંચો, ૬૫ ફૂટ પહોળો અને ૬૫ ફૂટ લાંબો હોય છે. એ રથમાં ૬ ફૂટ વ્યાસવાળા ૧૬ પૈડાં હોય છે, સાથે જ રથમાં કુલ ૮૩૨ જેટલા નાના મોટા કાષ્ઠના ટુકડાઓનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે અમદાવાદમાં ભગવાનનાં રથને  ૬ પૈડાં હોય છે જેમાં તમામ રથમાં સ્પેરમાં મોટા તથા નાના પૈડાં રાખવામાં આવે છે. જેનું વજન ૩ ટન જેટલું થવા જાય છે. આ વર્ષે ભગવાનના આ જ રથના નવા પૈડા બની ગયા છે જે ૩ ફૂટ ઘન બાવળના લાકડામાંથી બનાવવા આવ્યા છે.આ રથ ના પૈડાં ખાસ મહેમદાવાદ બનાવવામાં આવ્યા છે.

          આવતી ૨૩મી એ ભગવાન જગન્નાથ ની રથયાત્રા નીકળશે. પણ આ વખતે કોરોના મહામારીને કારણે લોકો દર વખતની જેમ ટોળામાં આવીને દર્શન ન કરી શકે તે માટે સાદાઈથી રથયાત્રા નીકાળવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે હવે શહેર પોલીસ આ બંદોબસ્ત કેવી રીતે યોજવો તે માટે કમર કસી રહી છે. અનુભવી પોલીસ અધિકારીઓથી માંડીને સંવેદનશીલ વિસ્તારોમાં કેવો બંદોબસ્ત રાખવો તે માટે અધિકારીઓની મિટિંગો પણ શરૂ થઈ ગઈ છે. જોકે આ વર્ષે સાદાઈથી રથયાત્રા કાઢવાના વિચાર બાદ હવે શહેર પોલીસ માટે નવો ટાસ્ક આવ્યો છે. પોલીસ સુત્રોની વાત માનીએ તો થ્રેટ નો મેસેજ હોવાથી હવે પોલીસના માથે જવાબદારી વધી ગઈ છે.જેથી હવે આ સંજોગોમાં કેવી રીતે બંદોબસ્ત રાખવો તે બાબતે તૈયારીઓ શરૂ કરાઇ છે. બીજી તરફ અર્ધલશ્કરી દળો અને અન્ય રાજ્યની પોલીસને ૧૭ જૂને બોલાવી ૨૦મીથી જ બંદોબસ્તમાં લગાવી દેવાશે.

(9:48 pm IST)