Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

પદ્મશ્રી ડો, તેજસ પટેલનું મોટું નિવેદન ; કહ્યું ચોમાસામાં કોરોના વધુ ફેલાય એ માત્ર ભ્રમણા : ચિંતા નહીં પરન્તુ સાવચેતી જરૂરી

આપણે પણ પોઝિટિવ હોય શકીએ પણ લક્ષણો નથી એટલે ટેસ્ટની જરૂર નથી: હવે કોરોના સાથે જીવતા શિખવું પડશે

અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત ફેલાઇ રહ્યું છે. ત્યારે આ અંગે આરોગ્ય વિભાગની પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં આરોગ્ય અગ્ર સચિવે મહત્વની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક યોજાઇ હતી. જેમાં વિશ્વ કક્ષાના તજજ્ઞો-નિષ્ણાંતોની ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવ્યું હતું. વિવિધ મુદ્દાઓ પર તજજ્ઞો સાથે ચર્ચા કરવામાં આવી છે. આ પ્રેસ કોન્ફરન્સમાં ડૉ.તેજસ પટેલે જણાવ્યું કે, આપણે પણ પોઝિટિવ હોય શકીએ પણ લક્ષણો નથી એટલે ટેસ્ટની જરૂર નથી. આપણે હવે કોરોના સાથે જીવતા શિખવું પડશે.

જયંતિ રવિએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસ સામે કઇ રીતે એક્શન લઇ શકાય અને કયા સુધારા કરી શકાય.આ માટે 9 તબીબોની વિશેષ ટીમ માહિતી આપશે. જેઓ કોરોનાની સ્થિતિ સામે કેવી રીતે લડવું તેની માહિતી આપશે. ગુજરાત જ નહીં ભારત કક્ષાના તજજ્ઞોને છે. આ કમિટી આપણને એડવાઇઝ કરી રહી છે.

 ડૉ.તેજસ પટેલે કહ્યું, ચોમાસા દરમિયાન કોરોના વધારે ફેલાય તે ભ્રમણા છે. ભેજવાળા વાતાવરણમાં કોરોનાનો ફેલાવો ઓછો થશે છે. ભેજનું પ્રમાણ વધે અને તાપમાન 35 ડિગ્રી થાય તો સંક્રમણ ઘટશે. યુવાનો એવું માને છે કે કોરોના પતી ગયો તે ખોટુ છે. યુવાનો કોરોનાના કેરિયર બની શકે. તેજસ પટેલે જણાવ્યું કે, અમદાવાદ સેન્ટ્રલ વોર્ડમાં હર્ડ ઈમ્યુનિટિની શરૂઆત થઇ ચૂકી છે, કોટ વિસ્તારમાં કેસ ઘટી રહ્યા છે.

 આ અંગે ડૉ. તેજસ પટેલે જણાવ્યું હતું કે, કોરોનાનો કોઈ કાયમી ઈલાજ નથી. જેને કોરોનાના કોઈ લક્ષણ નથી તેને ટેસ્ટની જરૂર નથી. સ્પેસિફિક ઈન્ડિકેશન હોય તો જ ટેસ્ટની જરૂર છે. ગંભીર દર્દીઓ પર વધુ ધ્યાન આપવામાં આવશે અને તેમને તાત્કાલિક સારવાર આપવા પર ભાર મુકાશે. જેટલો સમાજ ચિંતિતિ છે એટલા જ તબીબો પણ ચિંતિત છે. મોત કેમ વધારે થયા છે તેનો જવાબ આપવો અઘરો છે. પ્રથમ લક્ષણ 8થી 10 દિવસમાં જોવા મળે છે. જેમ ઉંમર વધે છે તેમ રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે. યુરોપિયન દેશોમાં મૃત્યુ દર અલગ અલગ છે.

  ડૉ. તેજસ પટેલે કહ્યું કે, 200 કરતા વધુ દેશોમાં કોરોનાનું સંક્રમણ ફેલાયુ છે. લૉકડાઉનના કારણે આપણે એક લેવલ સુધી કોરોનાને રોકી શક્યા. દુનિયામાં કોઈપણ એક્સપર્ટ પાસે વાયરસની સંપૂર્ણ માહિતી નથી. આપણે આપણા અનુભવમાંથી શીખી કાળજી રાખી રહ્યાં છીએ. ગુજરાતમાં મૃત્યુનો દર વધારે છે. વધુ મૃત્યુદર અંગે તબિબો ચિંચિત છે. કોરાનાથી જેટલો સમાજ ચિંતિત એટલા અમે પણ ચિંતિત છે. ડેથ રેસીઓ ઘટાડવા દુનિયા ભરના નિષ્ણાતોના સંપર્કમાં છીએ. દુનિયાભરના એક્સપર્ટ સાથે હાલ સંપર્કમાં છીએ. કોરોના વાયરસની કોઇ ટ્રીટમેન્ટ નથી. કોરોના વાયરસની કોઈ નિશ્ચિત સારવાર નથી. ગુજરાતમાં મૃત્યુદર શા માટે વધારે છે એનો જવાબ આપવો મુશ્કેલ છે.

 વાયરસથી થતા મૃત્યુના કારણો અલગ-અલગ છે. અલગ-અલગ દેશમાં મૃત્યુદરમાં મોટો તફાવત છે. યુરોપમાં નજીક-નજીકના દેશોમાં પણ મૃત્યુદરમાં મોટો તફાવત. આપણા એક એક રાજ્યમાં યુરોપના દેશો જેટલી વસ્તી. ઉણપો પૂર્ણ કરી ગંભીર દર્દીઓને બચાવવા અમારો પ્રયાસ છે. દેશમાં સરેરાસ મૃત્યુદર 2 ટકા છે, ગુજરાતમાં 6.22 ટકા છે. RT-PCRનો ટેસ્ટ લક્ષણ ન હોય તેવાઓએ કરાવવો ન જોઈએ. અમારૂ વિશેષ ધ્યાન ગંભીર દર્દીઓને બચાવવા પર છે. પોઝિટિવ દર્દી નેગેટિવ થયા કે નહી તે જોવા RT-PCR જરૂરી નહીં. એસિમ્પોટોમેટિક માટે ટેસ્ટ કરાવવો જરૂરી નથી.

(9:40 pm IST)