Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

વલસાડ જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં કોરોના પોઝીટીવ કેસો નોંધાતા એપી સેન્‍ટર અને કન્‍ટેઇનમેન્‍ટ ઝોન નક્કી કરાયા

વલસાડ જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં કોરોના પોઝીટીવ કેસો જણાતાં વાઇરસના ઝડપી સંક્રમણને ધ્‍યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૂપે જિલ્લા મેજિસ્‍ટ્રેટ આર.આર.રાવલે એપેડેમીક ડીસીઝ એકટ અન્‍વયે મળેલી સત્તાની રૂએ તાત્‍કાલિક અસરથી કન્‍ટેઇનમેન્‍ટ ઝોન નક્કી કરી તા.૦૩/૦૭/૨૦૨૦ સુધી કેટલાક કૃત્‍યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્‍યો છે.
  અટકપારડી તા. વલસાડના તળાવ ફળિયા વિસ્‍તારમાં કોરોના પોઝીટીવ કેસ આવતાં આ વિસ્‍તારને એ.પી.સેન્‍ટર તેમજ તેની નજીકમાં આવેલા  રશ્‍મિકાંત મગનભાઇ દેસાઇના મકાન અને કુસુમ અરવિંદ રાઠોડના મકાનથી ભાણા પૂન્‍યા રાઠોડ અને કનુ સુખા રાઠોડના મકાન સુધી  આવેલ કુલ ૧૨ મકાન સુધીની તમામ હદ વિસ્‍તાર ને કન્‍ટેઇનમેન્‍ટ ઝોન તરીકે જાહેર કરી ચારે બાજુથી સીલ કરી તેમાં બહાર કે અંદરની અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. આ વિસ્‍તારના રહેવાસીઓને આવશ્‍યક ચીજ વસ્‍તુઓ અટક પારડી ગ્રામ પંચાયત દ્વારા હોમ ડીલીવરીથી પુરી પાડવામાં આવશે.
  વાપી નગરપાલિકાના નાનકભાઇની ચાલ, આહીરવાસ ખડકલા વાપી ખાતે કોરોના પોઝીટીવ કેસ આવતાં આ વિસ્‍તારને એ.પી.સેન્‍ટર તેમજ નાનકભાઇનીચાલ, આહીરવાસ, ખડકલા વાપી ખાતે આવેલ કુલ-૪૬  મકાનો સુધીના તમામ હદ વિસ્‍તારને કન્‍ટેઇનમેન્‍ટ ઝોન તરીકે જાહેર કરી ચારે બાજુથી સીલ કરી તેમાં બહાર કે અંદરની અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. આ વિસ્‍તારના રહેવાસીઓને આવશ્‍યક ચીજ વસ્‍તુઓ ચીફ ઓફિસરશ્રી, વાપી દ્વારા હોમ ડીલીવરીથી પુરી પાડવામાં આવશે.
  વાપી તાલુકાના ચણોદ હનુમાન ટેકરી ખાતે કોરોના પોઝીટીવ કેસ આવતાં આ વિસ્‍તારને એ.પી.સેન્‍ટર તેમજ વાપી ચણોદ હનુમાન ટેકરી  વિસ્‍તારમાં રવિન્‍દ્ર પાટીલની ચાલ અને ભગવાનભાઇની રૂમથી ગણપતિ પંડાલ અને સિધ્‍ધિનાથ સ્‍કુલ સુધીનો તમામ હદ વિસ્‍તારને કન્‍ટેઇનમેન્‍ટ ઝોન તરીકે જાહેર કરી ચારે બાજુથી સીલ કરી તેમાં બહાર કે અંદરની અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. આ વિસ્‍તારના રહેવાસીઓને આવશ્‍યક ચીજ વસ્‍તુઓ ગ્રામ પંચાયત, ચણોદ  દ્વારા હોમ ડીલીવરીથી  પુરી પાડવામાં આવશે.
  વાપી તાલુકાના રાતા, વલ્લભનગર ખાતે આવેલ ફલેટ નં. ૩૦૩ સાંઇધામ  એપાર્ટમેન્‍ટ ખાતે કોરોના પોઝીટીવ કેસ આવતાં આ વિસ્‍તારને એ.પી.સેન્‍ટર તેમજ વાપી રાતા, વલ્લભનગર ખાતે આવેલ ફલેટ નં. ૩૦૩ સાંઇધામ  એપાર્ટમેન્‍ટનો  તમામ હદ વિસ્‍તારને કન્‍ટેઇનમેન્‍ટ ઝોન તરીકે જાહેર કરી ચારે બાજુથી સીલ કરી તેમાં બહાર કે અંદરની અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. આ વિસ્‍તારના રહેવાસીઓને આવશ્‍યક ચીજ વસ્‍તુઓ ગ્રામ પંચાયત, રાતા  દ્વારા હોમ ડીલીવરીથી  પુરી પાડવામાં આવશે.
કપરાડા તાલુકાના મોટાપોંઢા શિંગાડ ફળિયામાં કોરોના પોઝીટીવ કેસ આવતાં આ વિસ્‍તારને એ.પી.સેન્‍ટર તેમજ   મોટાપોંઢા શિંગાડ ફળિયામાં આવેલ હસ્‍મીતાબેન ચંદુભાઇ પટેલના ઘરથી  શિંગાડા ફળિયું પ્રાથમિક શાળા સુધી, શિગાંડા ફળિયા પ્રાથમિક શાળાથી  મોહનભાઇ વણસાભાઇ પટેલના મકાન સુધી, મોહનભાઇ વણસાભાઇ પટેલના મકાનથી વિજયભાઇ રમણભાઇ પટેલના મકાન સુધી, વિજયભાઇ રમણભાઇ પટેલના મકાનથી હસ્‍મીતાબેન ચંદુભાઇ મકાન સુધીના કુલ -૨૭ મકાનના હદ વિસ્‍તારને કન્‍ટેઇનમેન્‍ટ ઝોન તરીકે જાહેર કરી ચારે બાજુથી સીલ કરી તેમાં બહાર કે અંદરની અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. આ વિસ્‍તારના રહેવાસીઓને આવશ્‍યક ચીજ વસ્‍તુઓ ગ્રામ પંચાયત, મોટાપોંઢા  દ્વારા હોમ ડીલીવરીથી  પુરી પાડવામાં આવશે.
વાપી તાલુકાના બલીઠા  ટાંકી ફળિયામાં ઠાકોરભાઇની ચાલ ખાતે કોરોના પોઝીટીવ કેસ આવતાં આ વિસ્‍તારને એ.પી.સેન્‍ટર તેમજ વાપી  બલીઠા ટાંકી ફળિયા વિસ્‍તારમાં આવેલ વિષ્‍ણુભાઇના ઘરથી ઠાકોરભાઇની ચાલ સુધી કુલ -૧૯ મકાનોના  તમામ હદ વિસ્‍તારને કન્‍ટેઇનમેન્‍ટ ઝોન તરીકે જાહેર કરી ચારે બાજુથી સીલ કરી તેમાં બહાર કે અંદરની અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. આ વિસ્‍તારના રહેવાસીઓને આવશ્‍યક ચીજ વસ્‍તુઓ ગ્રામ પંચાયત, બલીઠા  દ્વારા હોમ ડીલીવરીથી  પુરી પાડવામાં આવશે.
આ હુકમ સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્‍ય સરકારી અને અર્ધ સરકારી, ખાનગી દવાખાના સ્‍ટાફ તથા ઇમરજન્‍સી સેવા સાથે સંકળાયેલા વ્‍યક્‍તિ કે જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તથા ભારત સરકારના ગૃહ મંત્રાલયના અગાઉ ઇસ્‍યુ કરેલા હુકમોથી જાહેર કરવામાં આવેલ આવશ્‍યક સેવાઓ કે જે માટે અધિકૃત અધિકારી દ્વારા પાસ ઇસ્‍યુ કરવામાં આવ્‍યા છે તેઓ તથા સ્‍મશાનયાત્રાને લાગુ પડશે નહીં.
આ હુકમનો ભંગ કરના વ્‍યક્‍તિ ભારતીય દંડ સંહિતા તેમજ નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એકટની જોગવાઇ મુજબ સજાને પાત્ર થશે.

(8:18 pm IST)