Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો 20 હજારને પાર: નવા 480 કેસ નોંધાયા : સંક્રમિતની સંખ્યા 20,097 થઇ : વધુ 30 લોકોના મોત : મૃત્યુઆંક 1249

અમદાવાદમાં નવા 318 કેસ , સુરત 64 , વડોદરામાં 35 કેસ, ગાંધીનગર 19 નવા કેસ નોંધાયા : મહેસાણા અને બનાસકાંઠામાં 6-6 કેસ, પાટણમાં 5 કેસ : વધુ 319 દર્દીઓ સાજા થયા : કુલ સાજા થયેલાંની સંખ્યા 13643 થઇ

અમદાવાદ : ગુજરાતમાં સતત કોરોનાનો કહેર વધી રહ્યો છે, ત્યારે આજે વધુ 480 પોઝિટિવ કેસ નોંધાયા છે અને વધુ 30 દર્દીના મોત થયા છે. સાથે જ 319 દર્દી સાજા થઈને પોતાના ઘરે ગયા છે. અમદાવાદમાં છેલ્લાં 24 કલાકમાં 318 કેસ નોંધાયા છે. જ્યારે 21 લોકોનાં મોત નીપજ્યા છે.

 રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના 480 નવા કેસ થતા રાજ્યમાં કુલ કેસનો આંકડો 20 હજારને પાર પહોંચ્યો છે અને કુલ સંક્રમિતની સંખ્યા 20097 થઇ છે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 30 લોકોના મોત થયા છે મૃત્યુઆંક 1249 થયો છે રાજ્યમા આજે 319 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 13643 થઇ છે

છેલ્લા 24 કલાકમાં અમદાવાદ ૩૧૮, સુરત ૬૪, વડોદરા ૩૫, ગાંધીનગર ૧૯, મહેસાણા ૬, બનાસકાંઠા ૬, પાટણ ૫, ખેડા ૪, સુરેન્દ્રનગર ૪, રાજકોટ ૩, આણંદ ૩, ભાવનગર ૨, ભરૂચ ૨, વલસાડ ૨, અરવલ્લી ૧, કચ્છ ૧, દાહોદ ૧, નવસારી ૧, અમરેલી ૧, અન્ય રાજ્ય ૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. 

ગુજરાતમાં કોરોના કેસો

અમદાવાદ, તા.૭ : ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૪૮૦ કેસ સપાટી પર આવ્યા હતા.

શહેર

કેસ

અમદાવાદ

૩૧૮

સુરત

૬૪

વડોદરા

૩૫

ગાંધીનગર

૧૯

મહેસાણા

બનાસકાંઠા

પાટણ

ખેડા

સુરેન્દ્રનગર

રાજકોટ

આણંદ

ભાવનગર

રૂ

વલસાડ

અરવલ્લી

કચ્છ

દાહોદ

નવસારી

અમરેલી

અન્ય રાજ્ય

કુલ

૪૮૦

(9:45 pm IST)