Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

સુરતમાં કોરોનાના નવા 68 પોઝિટિવ કેસ : સંક્રમિતની સંખ્યા 2269 થઇ : વધુ બે લોકોના મોત : મૃત્યુઆંક 84

વધુ 54 દર્દીઓએ કોરોનાન મ્હાત આપી : રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 1430 થઈ

સુરતઃ સુરતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે આજે રવિવારે વધુ 68 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા વધી છે. સુરતમાં 62 જયારે ગ્રામીણ વિસ્તારમાં 6 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 2269 પર પહોંચી છે. આજે બે લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 84 પર પહોંચ્યો છે. તેવામાં આજે 54 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

 કોરોના વાયરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે. આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 68 દર્દી નોંધાયા છે. જેમાં શહેર વિસ્તારમાં 62 કેસ નોંધાયા છે. આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 2097 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 6 કેસ સાથે દર્દી સંખ્યા 172 પર પહોંચી છે.કુલ દર્દી સંખ્યા 2269 પર પહોંચી ગઈ છે,

આજે બે દર્દીના કોરોનાને લઇને મોત થયા છે.મૃત્યુઆંક 84 થયો છે. જેમાંથી બે મૃત્યુ જિલ્લાના છે અને 82 મોત શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી જ્યારે જિલ્લામાં આજે એકપણ દર્દી નહીં, ત્યારે કુલ 54 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 1430 થઈ છે. જેમાંથી જિલ્લાના 94 દર્દીઓ પણ કોરોના સામે જંગ જીતવામાં સફળ રહ્યાં છે.

(7:22 pm IST)