Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના વધુ 4 પોઝિટિવ કેસ : ડીસામાં ત્રણ અને પાલનપુરમાં નવો એક કેસ નોંધાયો : જિલ્લામાં સંક્રમિતની સંખ્યા 142 થઇ

બનાસકાંઠાના ડીસામાં વધુ 3 અને પાલનપુરમાં કોરોનાનો 1 પોઝિટિવ કેસ નોંધાયો છે.. 1 પુરષ અને 3 મહિલાઓ સહિત 4નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 142 પર પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના કહેર યથાવત છે. અને દિનપ્રતિદિન કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે

(7:16 pm IST)