Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કપરાડા તાલુકાના લોકો પીવાના પાણી માટે જીવનું જોખમ ખેડે છે :તંત્રમાં આ દ્રશ્યો જોઈ જીવ આવે તો સારૂ

સૂકા કુવામાં દોરડા વડે જીવન જોખમે ઉતરી માત્ર એક એક બેડું માટે એક એક કલાક બેસવું પડે છે વહેલી પરોઢિયે 4 વાગ્યે કુવા ઉપર લઈનમાં બેસેલી મહિલાઓ ને સવારે 9 વાગ્યે કે 10 વાગ્યે પણ નંબર આવે છે

(કાર્તિક બાવીશી દ્વારા  )કપરાડા તાલુકાના મોટી પલસન ગામના કરંજલી ફળીયામાં રહેતા લોકો માટે પાણી મેળવવું એટલે લોખંડ જ ચણા ચાવવા બરાબર છે
મહિલાઓની હાલત અત્યંત દયનિય છે વહેલી પરોઢિયે 5 વાગ્યે ઉઠ્યા બાદ 3 કિમિ ડુંગરના માર્ગે ચાલી ડુંગર ઉપર બનેલ પથ્થરના સૂકા કુવામાં દોરડા વડે જીવન જોખમે ઉતરી માત્ર એક એક બેડું માટે એક એક કલાક બેસવું પડે છે

  વહેલી પરોઢિયે 4 વાગ્યે કુવા ઉપર લઈનમાં બેસેલી મહિલાઓને સવારે 9 વાગ્યે કે 10 વાગ્યે પણ નંબર આવે છે.દોરડા વડે કૂવામાં ઉતરેલી મહિલાઓ કૂવામાં બનેલા નાનકડા ખાડામાં વહેતુ પાણી એક એક વાટકી વડે બેડાંમાં ભરે છે અને ફરી દોઢ કિમી સુધી ભરેલા બેડાં સાથે ચાલીને ઘર સુધી જવું પડે છે ચેરાપૂંજી ગણવામાં આવતા  કપરાડા તાલુકામાં 40 ગામોમાં પીવાના પાણીની દર વર્ષે આજ સ્થિતિ હોય છે 586 કરોડ ની યોજના અમલ.માં મુકવામાં આવી તો છે પણ હવે એ ચાલુ ક્યારે થશે એ તો સરકાર જાણે પણ હાલમાં વિકાસ અહીં ઉડી ને આંખે વળગે છે ...

(6:56 pm IST)