Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

રાજ્યમાં આતંકી હુમલાનું ષડ્યંત્ર રચાઈ રહ્યાંનો ઘટસ્ફોટ : એટીએસ સહીત સુરક્ષા એજન્સીઓ એલર્ટ

ગુજરાત પહોંચ કર એસા કરેંગે કે પુરા હિન્દુસ્તાન હિલ જાયેગા” . ઈનપુટ મળ્યા બાદ રાજ્યની પોલીસ વધુ સક્રિય બની: ઠેર ઠેર વાહનોનું ચેકીંગ

અમદાવાદ : રાજ્યમાં આતંકી હુમલાનું ષડયંત્ર રચાઈ રહ્યાનો ઘટસ્ફોટ થયો છે.. ઉત્તર પાકિસ્તાનના જૈશ-એ-મહોમદ સાથે સંકળાયેલા એક શખ્સને સેન્ટ્રલ એજન્સીઓએ ટ્રેસ કર્યા બાદ આ ઘટસ્ફોટ થયો છે. સર્વેલન્સમાં આતંકી એવું કહી રહ્યો છે કે-“ગુજરાત પહોંચ કર એસા કરેંગે કે પુરા હિન્દુસ્તાન હિલ જાયેગા”. આ ઘટસ્ફોટ બાદ પોલીસ સહિત ગુપ્તચર એજન્સીઓ એલર્ટ પર છે. રથયાત્રાના નજીકના સમયમાં જ આતંકી હુમલાના ઈનપુટ મળતાં રાજ્યની પોલીસ વધુ સક્રિય બની છે. અમદાવાદમાં ઠેર-ઠેર વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

ફોનમાં આતંકી બોલે છે કે, “ગુજરાત પહોંચ કર એસા કરેંગે કે પુરા હિન્દુસ્તાન હિલ જાયેગા” . ઈનપુટ મળ્યા બાદ ગુજરાતમાં એલર્ટ અપાયા છે. ગુજરાત ATS સહીત અન્ય એજન્સી સતર્ક થઈ ગઈ છે.

ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા આગામી 23 જૂને જમાલપુર જગન્નાથ મંદિરેથી નીકળશે. કોરોનાની મહામારીના કારણે આ વર્ષે સાદાઈથી રથયાત્રા યોજાવાની છે. છતાં પોલીસે દર વર્ષની જેમ જ રથયાત્રાના બંદોબસ્તની તૈયારી કરી શરૂ કરી છે. સાદાઈથી રથયાત્રા યોજાવાની હોવા છતાં કોરોના અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખી અર્ધ લશ્કરી દળો અને અન્ય જિલ્લાની પોલીસ 17 જૂને અમદાવાદ આવી જશે અને 20 જૂને તેઓને બંદોબસ્ત ફાળવી દેવામાં આવશે.

(6:09 pm IST)