Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

રાજપીપળા એસટી ડેપોમાં લોકડાઉનના નિયમોનું સુરસુરીયું: મુસાફરો ભગવાન ભરોસે.?!

બસો શરૂ થતા ટેમ્પરેચર, માસ્ક સોસીયલ ડિસ્ટન્સના અમલ બરાબર થયો પરંતુ હાલ ડેપોમાં કોઈજ તપાસ નહિ થતા કોરોના સંક્રમણ વધવાની શક્યતાઓ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના એક માત્ર મુખ્ય એસટી ડેપોમાં હાલ લોકડાઉન-૫ના નિયમોના પાલન બાબતે અનેક સવાલ ઉઠી રહ્યા છે. હાલ બસો વધવા છતાં આવતા જતા મુસાફરોની કોરોના બાબતેની કોઈજ તપાસ થતી ન હોવાથી સ્ટાફ તેમજ મુસાફરો માટે જોખમ ઉભું થઈ શકે તેમ લાગી રહ્યું છે.

 સમગ્ર રાજ્યમાં લોકડાઉન-૫ લાગુ થતા જ અમુક રૂટ પરની એસટી બસો નિયમ મુજબ દોડતી થઈ જેમાં શરૂઆતમાં રાજપીપળા એસટી ડેપોમાં ટેમ્પરેચર,માસ્ક સોસીયલ ડિસ્ટન્સના નિયમનું કડક પાલન થયું પરંતુ ત્યારબાદ હાલ મુસાફરોની સંખ્યા વધવા છતાં આ માટેનું કોઈજ પાલન ન થતા રોજના હજારો મુસાફરો જાણે ભગવાન ભરોસે મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે.ત્યારે આ સ્થિતિમાં કોરોના સંક્રમણ ના કેસ વધે તેવી દહેશત ઉભી થઇ રહી હોય ડેપોના અધિકારીઓ લોક ડાઉનના નિયમોનું કડક પાલન કરાવી ત્યાં આવતા જતા મુસાફરો અને હાજર સ્ટાફના હિતમાં કામગીરી કરાવે તે જરૂરી છે.

(4:53 pm IST)