Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

અમદાવાદના અમરાઇવાડીમાં યુવકની હત્યા બાદ હાટકેશ્વરમાં બાઇકર્સ યુવકોએ પોલીસ જવાનને માર મારવાનું હિતકૃત્ય આચર્યુ

ર૪ કલાકમાં બે ઘટનાથી પોલીસ દોડતી થઇ : ગુન્હેગારોને શબક શીખવવા ઠેર ઠેર તપાસ

અમદાવાદઃ શહેરમાં 24 કલાકમાં બનેલી બે ઘટનાઓ પોલીસને દોડતી કરી હતી.અમરાઈવાડીના સત્ય નારાયણનગર પાસે પરોઢે 25 વર્ષીય યુવકની હત્યા અને શનિવારે સાંજે હાટકેશ્વર બ્રીજ નીચે પોલીસ જવાનને જાહેરમાં મામરવાની ઘટના પ્રકાશમાં આવી છે. અમરાઈવાડીમાં આવેલા સત્ય નારાયનનગરમાં આવેલી રાવજી પટેલની ચાલી પાસે પરોઢે યુવક જતીન ચાંદેકર પાર ત્રણ શખ્સોએ ચાકુ વડે ઘાતક હુમલો કર્યો હતો. પરોઢે વરસાદ બાદ જતીન ચાંદેકરને કેટલાક યુવકો સાથે તકરાર થઈ હતી. જેની અદાવતમાં આ યુવકોએ જતીનને છરીના 20 જેટલા ઘા મારી જાહેરમાં રેંહસી નાખ્યો હતો. આ બનાવને પગલે અમરાઈવાડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

બીજી બાજુ હાટકેશ્વર પાસે શનિવારે સાંજે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ લાલજીભાઈ બારૈયા TRB જવાનોના પોઇન્ટ ચેક કરવા માટે નીકળ્યાં હતાં. હાટકેશ્વર બ્રિજ નીચે બાઈકર્સ યુવકો હોર્ન મારવા છતાં બાઈક ખસેડતા ન હોવાથી લાલજીભાઈએ કારમાંથી ઉતરી યુવકોને પોલીસ તરીકે ઓળખ આપી હતી. બાઈક ખસેડવાનું કેહતા બન્નેએ તું પોલીસવાળો છે તો શું થયું. તેમ કહી લાલજીભાઈને જાહેરમાં મુક્કા અને લાતો મારી આંખ પર ઇજાઓ કરી હતી. જેથી આ ઘટનાને પગલે ખોખરા પોલીસનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે બાઈકર્સ યુવકોને અટક કરી તપાસ હાથ ધરી છે. લાલજીભાઈએ આ અંગે ખોખરા પોલીસમાં ફરિયાદ કરતા ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.

(4:41 pm IST)