Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

હવે અંબાજી મંદિર ભકતોને દર્શન માટે ૧રમી જુને ખુલશે

ભકતોને સરકારની ગાઇડલાઇન મુજબ ટોકન અપાશે : બાળકો-સીનીયર સીટીજનો તથા સગર્ભા બહેનોને મંદિરમાં પ્રવેશ આપશે નહિ

અમદાવાદઃ કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે તારીખ 12મી જૂનથી દર્શન માટે ખુલશે.24 કલાકમાં દર્શન માટે ત્રણ સમય દિવસ દરમિયાન નક્કી કરવામાં આવ્યા છે. દર્શનાર્થીઓ એ દર્શન માટે ટોકન લેવું પડશે અને ટોકનમાં જણાવ્યા મુજબ સમયે દર્શન થશે. આ ઉપરાંત મંદિરની વહીવટી કમિટીએ 10 વરસી નાના બાળકો,65 વર્ષથી મોટી ઉંમરના વૃદ્ધો,બીમાર વ્યક્તિ અને સગર્ભા મહિલાઓને ઘરે બેઠા વિડીયોથી દર્શનનો લાભ લેવા અપીલ કરી છે.

આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટની વહીવટી કમિટીએ મંદિર 12મી જૂનના દર્શન માટે ખુલ્લું મુકવાનો નિર્ણય લીધો છે. મંદિરમાં દર્શનનો સમય સવારે 7.30 થી 10.45, બપોરે 1 થી 4.30 અને રાત્રે 7.30 થી 8.15નો સમય નક્કી કર્યો છે. અંબાજી મંદિરના પ્રવેશ દ્વાર પરથી યાત્રાળુએ ટોકન લઈ સમય મુજબ દર્શ કરવાના રહેશે. મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય માટે વ્યવસ્થા તેમજ હાથ ધોવા સાબુ વોશ બેસીનની વ્યવસ્થા કરવામાં આવી છે.

યાત્રીઓને સામાન અને પગરખાં ઉતારા પર અને વાહનોમાં મૂકીને દર્શન માટે મંદિરે આવવા વહીવટી કમિટીએ જણાવ્યું છે.સેનેટાઈઝેશન, આરોગ્ય ચેકઅપ મંદિરમાં થશે યાત્રીઓને માસ્ક ફરજીયાત પહેરવું પડશે અને આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરવા કમિટીએ વિનંતી કરી છે. યાત્રીઓ પ્રસાદ-સામગ્રી મંદિરના પિત્તળના ગેટ પાસે આવેલા કાઉન્ટર પર જમા કરાવવી પડશે અંદર નહીં લઈ જવાય.

” દર્શન સિવાયનાં તમામ કાર્યક્રમ બંધ યતરણુઓની ભીડ ના થાય અને સંક્રમણ રોકવાના હેતુથી મંદિરમાં માતાજીના દર્શન સિવાય આરતી દર્શન, પાવડી પૂજા,ગર્ભગૃહ દર્શન,રાત્રી પૂજા, યાત્રીઓ દ્વારા કરવામાં આવતા માતાજીનાં થાળ, ગાદી દર્શન, હોમ હવન કેન્દ્ર, ભેટ-પ્રસાદ કેન્દ્ર, સાડી કેન્દ્ર, ગરબા, જાહેર ધાર્મિક કાર્યક્રમ, થ્રીડી મૂવી શો, દિવ્ય દર્શન, ધાર્મિક સાહિત્ય વેચાણ કેન્દ્ર અને ફોટોગ્રાફી વગેરે કાર્યક્રમ બંધ રાખ્યાં છે.

(4:39 pm IST)