Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

સુરતના દારૂના ધંધાની દુશ્મનીમાં બુટલેગર કાળુનું ઢીમ ઢાળી દેવાયું : ૧૦ શખ્સો ચાકુ તથા તીક્ષણ હથિયારોથી તૂટી પડ્યા

લોકડાઉન ખુલ્તા જ ફરી ગુન્હોખોરીનો સીલસીલો ચાલ્યો

સુરત: સુરતમાં લૉકડાઉનમાં છૂટછાટ મળતાની સાથે જ ગુનાઓનો સિલસિલો શરૂ થઈ ગયો છે. શહેરમાં છેલ્લા એક સપ્તાહથી હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. ગતરોજ રાત્રે સુરતના ઉધના વિસ્તારમાં દારૂનો વેપાર કરતા બૂટલેગર પર ડિંડોલી વિસ્તારમાં 10 જેટલા શખ્સોએ ચાકૂ અને તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી ઘાતકી હુમલા કર્યો હતો. જેમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે.

બનાવની વિગત એવી છે કે શહેરના ડીંડોલી વિસ્તારના ભીમનગરમાં ગઈકાલે રાત્રે એક હત્યા થઈ હતી. વિસ્તારમાં વર્ષોથી ગેરકાયેદસર દારૂનો વેપલો કરતા કાળું નામના બૂટલગેરને કેટલાક ઇસમોએ તીક્ષ્ણ હથિયારોના ઘા માર્યા હતા. પોલીસની તપાસમાં અજ્જુ નામના બૂટલેગરે સાગરિતો સાથે કાળુંની હત્યા કરી હોવાનું ખૂલ્યું હતું. બનાવની વિગત એવી છે કે શહેરના ડીંડોલી વિસ્તારના ભીમનગરમાં ગઈકાલે રાત્રે એક હત્યા થઈ હતી. વિસ્તારમાં વર્ષોથી ગેરકાયેદસર દારૂનો વેપલો કરતા કાળું નામના બૂટલગેરને કેટલાક ઇસમોએ તીક્ષ્ણ હથિયારોના ઘા માર્યા હતા. પોલીસની તપાસમાં અજ્જુ નામના બૂટલેગરે સાગરિતો સાથે કાળુંની હત્યા કરી હોવાનું ખૂલ્યું હતું.

(2:05 pm IST)