Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

અમદાવાદમાં મેઘાણીનગરમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી : થોડા સમય પહેલા જ રીપેર કરેલ રોડ ફરીથી દબાઇ ગયો

અનાજ ભરેલો ટ્રક નીકળવા રોડ દબાતા ટ્રકે મારી પલ્ટી

અમદાવાદ :અમદાવાદમાં સામાન્ય વરસાદમાં રોડ રસ્તાઓની હાલત બગડી જાય છે. સામાન્ય વરસાદમાં તંત્રની કામગીરીની પોલ ખુલી જાય છે. શહેરના મેઘાણીનગર વિસ્તારમાં થોડા દિવસ પહેલા સમારકામ કરેલો રોડ દબાઈ ગયો તો. જેને કારણે અનાજથી ભરેલી ટ્રક પલટી ખાઈ ગઈ હતી. જોકે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરતું થોડા વરસાદમાં તંત્રની બેદરકારી બહાર આવી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે, અહીં રોડ એવો છે કે વરસાદ આવે એટલે દબાઈ જાય છે અને આવી ઘટના બનતી રહે છે.

2017ની વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ સંકેલાતું ગયું, લિસ્ટ માંડીએ તો લાંબુલચક છે

મોડી રાત્રે પડેલા ભારે વરસાદ બાદ પાણી ભરાયાના દ્રશ્યો મળ્યા જોવા હતા. અમદુપુરા વિસ્તારમાં રોડ પર રાતે પાણી ભરાયા હતા. જેને કારણે વાહનચાલકો અને સ્થાનિકોની મુશ્કેલીઓ પડી હતી. શહેરમાં મોડી રાતથી પડેલા વરસાદી પાણીનો નિકાલ સવાર સુધી થતા લોકો પરેશાન થયા હતા.

(11:54 am IST)