Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

અનલોક વેળા અમદાવાદમાં કોરોના કેસોનો આતંક વધ્યો

૬ દિવસમાં ૧૭૦૦થી વધુ સંક્રમિત : સંક્રમણને ફેલાતું રોકવા માટે સરકાર-તંત્ર દ્વારા લેવાયેલા જરૂરી પગલા છતાં કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે

અમદાવાદ, તા. ૭ : જીવલેણ કોરોના વાઈરસ ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે ભારતમાં પણ તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. જેમાં ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં કોરોના સંક્રમિતોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. અમદાવાદમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને ૧૩,૯૬૭ પર પહોંચી ગઈ છે. કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે સરકાર અને વહીવટીતંત્ર દ્વારા લેવાયેલા જરૂરી પગલા છતાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેમાં ખાસ કરીને ગત સોમવારથી લાગુ થયેલા અનલોક-૧ બાદ કોરોનાનું સંક્રમણ વધ્યું છે, કારણ કે આ દરમિયાન શહેરમાં કોરોના સંક્રમણના નવા ૧૭૬૨ કેસો મળી આવ્યા છે. જો સોમવારે ગુજરાત અનલોક થયા પછી અમદાવાદની સ્થિતિ જોઈએ તો, શહેરમાં આ ૬ દિવસો દરમિયાન કોરોના પોઝિટિવ કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. શનિવારની જ વાત કરીએ તો, નવા ૨૮૯ પોઝિટિવ કેસ અને ૨૬ લોકોના મરણ નોંધાયા છે.

           આજ રીતે, ૫મી જૂન એટલે કે શુક્રવારે જોઈએ તો, શહેરમાં એક જ દિવસમાં ૩૨૪ નવા કેસ સામે આવ્યા હતા, જ્યારે ૩૦ના મોત થયા હતા. આજ રીતે, ૪ જૂનની વાત કરીએ તો, એ દિવસે અમદાવાદમાં નવા ૨૯૦ પોઝિટિવ કેસ સાથે કોરોના સંક્રમિતોનો આંકડો ૧૩,૦૬૩ પર પહોંચ્યો હતો, જ્યારે એ દિવસે વધુ ૨૨ના મરણ સાથે શહેરમાં કુલ મૃત્યુઆંક ૯૧૦ પર પહોંચ્યો હતો. જણાવી દઈએ કે, ભારતમાં અત્યાર સુધી કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા ૨,૩૬,૬૫૭ કોરોના પોઝિટિવ કેસો નોંધાઈ ચૂક્યા છે, જ્યારે કુલ ૬,૬૪૨ લોકોના મરણ થઈ ચૂક્યા છે. જ્યારે ગુજરાતમાં કોરોના સંક્રમિતોનો આંકડો ૧૯૬૧૭ પર પહોંચ્યો છે, જ્યારે અત્યાર સુધી કુલ ૧૨૧૯ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો.

અનલોક બાદનો ચિતાર

તારીખ

અમદાવાદમાં

કેસ

અમદાવાદમાં

મોત

ગુજરાતમાં

કેસ

ગુજરાતમાં

મોત

૧-જૂન

૨૯૯

૨૦

૪૩૮

૩૧

૨-જૂન

૩૧૪

૨૨

૪૨૩

૨૫

૩-જૂન

૨૭૯

૨૪

૪૧૫

૨૯

૪-જૂન

૨૯૦

૨૨

૪૮૫

૩૦

૫-જૂન

૨૯૧

૨૮

૪૯૨

૩૩

૬-જૂન

૨૮૯

૨૬

૪૯૮

૨૯

(9:46 pm IST)