Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

રેસિ ડોક્ટરોની કોવિડ ડ્યુટી પીજી મેડિકલ ઈન્ટર્નશીપ તરીકે ગણાશે

અંતે મહેનત રંગ લાવી : રાજ્ય સરકારે રેસિડન્ટ ડૉક્ટરોની પરીક્ષા પાછળ કરાવીને તેમને આ ડ્યૂટીનું વળતર ચૂકવવાનું મન બનાવ્યું છે

અમદાવાદ, તા. ૭ : છેલ્લા બે મહિનાથી રેસિડેન્ટ ડોકટરો ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ તરીકે કોવિડ-૧૯ વોર્ડ્સમાં સખત મહેનત કરી રહ્યા છે. અણીની વેળાએ મદદ કરી રહેલા આ ડૉક્ટરોને જોતાં રાજ્ય સરકારે મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને પોસ્ટ ગ્રેજ્યુએશનના ત્રીજા વર્ષના મેડિકલ સ્ટુડન્ટ્સની ફાઈનલ પરીક્ષા મુલતવી રાખવાની વિનંતી કરી છે. લાગી રહ્યું છે કે, રાજ્ય સરકારે રેસિડન્ટ ડૉક્ટરોની પરીક્ષા પાછળ કરાવીને તેમને આ ડ્યૂટીનું વળતર ચૂકવવાનું મન બનાવ્યું છે. આ ડૉક્ટરોની કોવિડ-૧૯ ડ્યૂટીના સમયગાળાને તેમની ફરજિયાત ઈન્ટર્નશીપ તરીકે ગણી લેવાનો નિર્ણય કર્યાે છે. સામાન્ય રીતે પરીક્ષા પૂરી થાય પછી તરત જ તેમને ગ્રામ્ય વિસ્તારોમાં એક વર્ષ માટે ઈન્ટર્નશીપ આપવામાં આવે છે.

          ઘણા ડૉક્ટરોએ ૩૦ લાખ રૂપિયાના બોન્ડ ચૂકવીને આ ઈન્ટર્નશીપ છોડી દે છે. મહત્ત્વનું છે કે, સરકાર વિદ્યાર્થીઓને એડમિશન આપે ત્યારે તેમની પાસે આ બોન્ડ પર સહી કરાવે છે. જો કે, રાજ્ય સકરારે હાલ આ ડૉક્ટરોને છૂટછાટ આપી છે. કોવિડ-૧૯ના દર્દીઓની સારવાર મુખ્યત્વે આ રેસિડેન્ટ ડૉક્ટરો જ કરે છે. ગયા મહિને આ ડૉક્ટરોએ એક અનામી પત્ર લખીને તેમને પડતી મુશ્કેલીઓ વિશે ગુજરાત હાઈકોર્ટને જાણ કરી હતી. કોવિડ-૧૯ની હેક્ટિક ડ્યૂટી કરતાં ડૉક્ટરોની સેવાને જતી ના કરાય તેવું સરકાર માને છે. માટે જ તેઓ આ વિદ્યાર્થીઓને ફાઈનલ પરીક્ષાની તૈયારી માટે સમય આપવા માગે છે. સામાન્ય રીતે આ પરીક્ષા એપ્રિલથી મે વચ્ચે લેવાતી હોય છે. જો કે, આ વખતે પરીક્ષા ઓગસ્ટ પહેલાં નહીં યોજાય. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું, કોવિડ-૧૯ની ડ્યૂટીને વિદ્યાર્થીઓને ઈન્ટર્નશિપ પીરિયડમાં ગણીશું અને આ કેવી રીતે કરવું તે અંગે ચર્ચા ચાલી રહી છે. આમ કરવા પાછળનો હેતુ છે

(7:47 pm IST)