Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

આણંદના સુરેલીમાં ખેતી બાબતે બે જૂથો વચ્ચે હિંસક મારામારી

આણંદ:જિલ્લાના ઉમરેઠ તાબે સુરેલી ગામે બાનાખતે જમીન વેચાણ રાખી તેનો કબ્જો સાથે રાખેલ જેમાં પાક લેવા બાબતે બે જુથો સામસામે બાખડયા હતા. જેમાં ત્રણ ઈસમોએ લાકડીઓ તથા છુટા પથ્થરોથી હુમલો કરી બેથી વધુ વ્યક્તિઓને ઘાયલ કર્યા હતા.જ્યારે એક વ્યક્તિના ગળામાં પહેરેલ સોનાના દોરાની લૂંટ ચલાવાઈ હતી. જ્યારે બીજો બનાવ ઉમરેઠના પીપળીયા ભાગોળ ખાતે સર્જાયો હતો.જેમાં નગરપાલિકાની ખુલ્લી જગ્યામાં છાપરુ બાંધવા બાબતે મામલો બિચકાતા ૯ ઈસમોેએ હિચકારો હુમલો કરી સોનાના દોરાની લુંટને અંજામ અપાયો હતો. આ ઘટનામાં ઉમરેઠ પોલીસના જણાવ્યા મુજબ સુરેલી ગામે રહેતા વિઠ્ઠલભાઈ ચતુરભાઈ ભોઈ અને ગામમાં રહેતા પ્રભાતભાઈ ફકીરભાઈ ભોઈ અને લલ્લુભાઈ ફીકરભાઈની જમીન વેચાણ બાનાખતથી રાખી હતી. આ જમીનમાં ચાલુ વર્ષે બાજરીનો પાક કરવામાં આવ્યો હતો. જે પાક કાપવા બાબતે વિઠ્ઠલભાઈ અને તેમના ભાઈ સાથે બાબુભાઈ લલ્લુભાઈ, દિપીલભાઈ લલ્લુભાઈ, પંકજભાઈ બાબુભાઈ તમામ ભોઈ સાથે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરુપ ધારણ કરતા આ તમામ ઈસમોએ લાકડીઓ અને છુટા પથ્થરોથી હુમલો કર્યો હતો. આ હુમલામાં વિઠ્ઠલભાઈ અને તેમના ભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનામાં ઘાયલ વ્યક્તિઓને સારવાર માટે ખસેડાયા હતા.જ્યારે વિઠ્ઠલભાઈના દિકરાએ ગળામાં પહેરેલ સોનાના દોરીની લુંટ ચલાવાઈ હતી. આ ઘટનામાં ઉમરેઠ પોલીસે લુંટ તથા મારામારીનો ગુનો નોધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ઉમરેઠ તાબે પિપળીયા ભાગોળ પાસે ગઈ કાલે મોડી રાતના સુમારે મારામારી અને લુંટની ઘટનાએ ચકચાર મચાવી હતી. આ ઘટનામાં જરીનાબીબી મૈયુદ્દીન ચૌહાણ (મુસ્લીમ) અને ગામમાં રહેતા મહેબુબમીયા અબ્દુલમીયા, મુસ્તાકમીયા ગનીમીયા, ફજલમીયા ગનીમીયા, રીયાજમીયા ગનીમીયા, અકરમમીયા મહંમદમીયા, મહેબુબમીયા નાથુમીયા સાકીદમીયા મહમદ મીયા, જાવેદમીયા મહમંદમીયા તમામ બેલીમ, શાહરુખમીયા કાલુમીયા કાજી દ્વારા નગર પાલિકીની જમીન પર છાપરુ કેમ બનાવવા દીધું તેમ જણાવી હુમલો કર્યો હતો. આ તમામ ઈસમોએ પથ્થર મારો કરી જરીનાબીબીના ગળામાં પહેરેલ સોનાના દોરાની લુંટ ચલાવી હતી. આ તમામ ઈસમો સામે ઉમરેઠ પોલીસ મથકે લુંટનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કરાયા હતા. પિપળીયા ભાગોળે રહેતા જાવેદહુસેન મહંમદમીયા બેલીમ ગઈ તા. ૫મીના રોજ તેમના ઘરે હતા. આ સમયે તેમની આસપાસ રહેતા મયુદ્દીન ઉસ્માનગની, યુસુફ ઉસ્માનગની, મુસ્તાકહુસેન યુસુફમીયા, તૌફીક ઉર્ફે મુનાવર, જાઈદ ઈસ્માઈલમીયાક, સાહીદ સલીમમીયા, તૌસીફ મયુરદ્દીન, અલ્તાફ ઉર્ફે માદા, મોબીન મયુદ્દીન, ઈશાકમીયા ઉર્ફે દાદી તમામ ચૌહાણ દ્વારા એક સંપ થઈ મારક હથિયારો સાથે હુમલો કર્યો હતો. આ તમામ ઈસમોએ કરેલ હુમલામાં જાવેદ હુસેન અને તેમને છોડાવવા પડેલ બે વ્યક્તિઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.જ્યારે જાવેદ હુસેનના ખિસ્સામાંથી રોકડ ૨૦,૦૦૦/- અને સોનાનો દોરો કિંમત ૩૫,૦૦૦ય-ની લુંટને અંજામ અપાયો હતો. આ તમામ ઈસમો સામે ઉમરેઠ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.

(7:10 pm IST)
  • પ્લાસ્ટિકની બોટલ્સ રિવર્સ વેન્ડિંગ મશીનમાં નાખશો તો રિટર્નમાં મળશે 1 રૂપિયો: પાણી, ઠંડા પીણા સહિતની પોલિથિલિન ટેરેફ્થાલેટ (PET)- પ્લાસ્ટિક બોટલ્સના રિસાયકલિંગ માટે રાજ્યભરમાં રીવર્સ વેન્ડિંગ મશીન (RYM) લગાવાશે :મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની જાહેરાત access_time 1:16 am IST

  • આગ્રા હાઇવે ઉપર ટ્રક અને મીની બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત : ૧૦ના મોતઃ ૧૨ને ગંભીર ઇજા access_time 4:05 pm IST

  • રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ વચ્ચે દિલ્હીમાં મુલાકાત :બંને નેતાઓ વચ્ચે 40 મિનિટ સુધી ચર્ચા : બંનેની મિટિંગમાં બિહારમાં મહાગઠબંધન વધુ મજબૂત કરવા અને 2019ની લોકસભા ચૂંટણીમાં જબર લડત આપવા વિચારણા access_time 1:20 am IST