Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

માંડવીની પરિણીતા પાસે દહેજની માંગણી કરી ઘરમાંથી કાઢી મુકતા ફરિયાદ

બારડોલી: માંડવી તાલુકાના તડકેશ્વર ગામે પ્રેમલગ્ન કરનાર ૨૪ વર્ષની પરિણીતાને પતિ દ્વારા સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય કરવા ફરજ પાડી માર મારવામાં આવતો હતો. આ અંગે સાસુ-સસરા અને દિયરને ફરિયાદ કરતા ઘર નામ પર કરી આપો અથવા રૃ. ૨૫ લાખ લઇ આવ તેમ કહી ઘરમાંથી કાઢી મુકી હતી. તડકેશ્વર ગામે નવીનગરીમાં રહેતી મરીયમ (ઉ.વ. ૨૪)એ ગામના ઇબ્રાહીમ ઇલ્યાસભાઇ નુરગત સાથે પરિવારજનોને પૂછ્યા વિના તા. ૧૮-૧૧-૨૦૧૭ના રોજ સુરત ખાતે અકબારસહીદ પઠાણવાડા વજીરશાહ બાવાની દરગાહ ખાતે પ્રેમલગ્ન કર્યા હતા. મરીયમ લગ્ન બાદ પતિ ઇબ્રાહીમ તથા સસરા મોહમદ ઇલ્યાસ નુરગત, સાસુ શીરીન અને દિયર ઇસ્માઇલ સાથે રહેતી હતી. થોડા સમયમાં ઘરમાં અંદર-અંદર ઝઘડો થતાં મરીયમ પતિ ઇબ્રાહીમ સાથે અલગ રહેવા ગઇ હતી ત્યારે મરીયમને જાણ થઇ કે ઇબ્રાહીમે અગાઉ લગ્ન કરેલા છે અને તેની બે પત્ની છે. સમાજના રિવાજ મુજબ એકથી વધારે પત્ની રાખવાનો અધિકાર હોય મરીયમ રહેતી હતી. લગ્ન બાદ મરીયમને થોડો સમય સારી રીતે રાખ્યા બાદ ઇબ્રાહીમ ઘરકામ બાબતે બોલાચાલીનો ઝઘડો કરતો હતો અને અવારનવાર સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય કરવાની માંગણી કરતો હતો. તેમ કરવાની ના પાડતા માર મારી સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય કરતો હતો. જેથી કંટાળી જઇ મરીયમે સાસુ-સસરા એ દિયરને હકીકત જણાવતા તેઓએ તું લગ્ન કરીને આવેલી છે એટલે એ જેમ કહે તેમ કરવું પડશે. તારા બાપૂજીના ઘરેથી તું કંઇ લાવેલી નથી. જેથી તારા બાપૂજીનું તડકેશ્વર ગામે ઇગાર ફળિયામાં આવેલું મકાન ઇબ્રાહીમના નામે કરી આપ અથવા રોકડા રૃ. ૨૫ લાખ તારા બાપૂજીના ઘરેથી લઇ આવ તેમ કહી શારીરિક- માનસિક ત્રાસ આપતા હતા. બાદમાં ત્રણેક માસથી મરીયમ પિતાજીના ઘરે જતી રહી હતી. મરીયમના માતા-પિતાએ સમજાવવા છતાં મકાન અથવા પૈસા ન આપો તો તમારી દિકરી અમે લઇ જવાના નથી તેમ કહેતા મરીયમે માંડવી પોલીસ મથકે પીએસઆઇ એસ.એસ. માલ રૃબરૃ પતિ સહિત તમામ વિરૃદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(7:10 pm IST)