Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

આરોપીઓને છાવરવામાં કોંગ્રેસ - ભાજપ 'ભાઇ-ભાઇ'

હિંમતનગરમાં સગીરનું અપહરણ કરી ઢોરમાર મારી નગ્ન કરી ગુપ્તાંગમાં ડામ દેવાની ઘટનામાં : કોંગ્રેસી નેતાના પુત્રોને બચાવવા ભાજપના નેતાઓએ તંત્ર પણ દબાણ કર્યાની ચર્ચાથી લોકોમાં આશ્ચર્ય

અમદાવાદ તા. ૭ : આમ તો નબળા રાજકારણીઓ માટે કેટલીક કહેવતો છે પરંતુ હવે નવી કહેવત એવી ઉમેરાશે કે 'ગુન્હેગારોને છાવરવામાં ભાજપ કોંગ્રેસ ભાઇ - ભાઇ' હિંમતનગરની ચોંકાવનારી ઘટના, ઘટનાનો વિડીયો, હાઇકોર્ટના કડક આદેશ થતાં કોંગ્રેસ નેતાના પુત્રોને બચાવવા ભાજપના નેતાઓની વરણી ભૂમિકા બહાર આવ્યાનું મનાય છે.

૧૫ ડીસેમ્બરના રોજ હિંમતનગરમાં સવારે સ્કુલે જવા નીકળેલા એક સગીરનું હિંમતનગરના કોંગ્રેસના નેતા કમલેશ પટેલના પુત્રો અને તેના મિત્રોએ અપહરણ કર્યુ હતું, અને એક અવાવરૂ જગ્યાએ સગીરને લઈ જઈ નગ્ન કરી માર માર્યો હતો અને સિગરેટના ડામ પણ આપ્યા હતા, આ આખી ઘટનાનું આરોપીઓ જ રેકોર્ડિંગકરી તેને વાયરલ પણ કર્યુ હતું, આ મામલે દિવસો સુધી સગીરના પરિવારજનો પોલીસ ફરિયાદ કરવા માટે ધક્કા ખાતા રહ્યા હતા આખરે ફરિયાદ તો નોંધી પણ પોલીસની નબળી કાર્યવાહીને કારણે આરોપીઓને કોર્ટે તરત છોડી મુકયા હતા.

આ મામલે દાદ માગવા સગીરના પરિવાર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં રીટ કરી પોસ્કો હેઠળ કાર્યવાહી કરવાની માગણી કરતા હાઈકોર્ટે ગુજરાત સીઆઈડી ક્રાઈમને તપાસ સોંપી કાર્યવાહી કરવા કહ્યુ કે પરંતુ આશ્યર્ય તે બાબતનું છે કે કોંગ્રેસના નેતા અને તેમના સંતાનોને બચાવવા ભાજપના નેતાઓ તંત્ર ઉપર દબાણ કરી રહ્યા છે.

હિંમતનગરની એક શાળામાં અભ્યાસ કરતા સોળ વર્ષનો કિશોર સવારે સ્કુલે જઈ રહ્યો હતો ત્યારે હિંમતનગરમાં વિધાનસભાની ચુંટણી લડેલા કોંગ્રેસના નેતા કમલેશ પટેલનો પુત્ર મીત પટેલ તેના મિત્રો નશ્વલ પટેલ, પ્રીત પટેલ, કેયુર અને ચીંતન પટેલ એક કારમાં આવ્યા હતા તેમણે આ કિશોરને પરાણે કારમાં બેસાડી તેનું અપહરણ કર્યુ હતું, આ અપહરણ કરવા પાછળનું કારણ એવુ હતું કે મીત પટેલને શંકા હતી કે તેની પિતરાઈ બહેન સાથે આ કિશોરને પ્રેમ થયો છે તેથી તે તેને પાઠ ભણાવવા માગતા હતા, આ કિશોરને એક અવાવરૂ જગ્યા લઈ જઈ તેને ખૂબ માર્યો અને ત્યાર બાદ તેને નગ્ન પણ કર્યો હતો, અને ગુપ્તાંગમાં સીગરેટના ડામ આપ્યા હતા. આ આખી ઘટનાઓના આ યુવકો પોતે પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરતા હતા.

આ ઘટના બાદ મીત પટેલે પોતાના પિતાને કમલેશ પટેલને જાણ કરતા તેઓ પણ પોતાના સાથીઓ સાથે ત્યાં આવ્યા હતા, જો કે કિશોર અધમુવો થઈ ગયો હતો અને એકદમ નગ્ન અવસ્થામાં હતા, તેના હાથે અને પગે ફ્રેકચર પણ થયા હતા, કિશોરના કપડા પણ ફાટી ગયા હતા, આ કિશોરને માર મારનાર એક આરોપીએ કિશોરને ઘરે જવા માટે એક બરમુડો અને પોતાની જાકીટ આપ્યુ હતું કિશોર જેમ તેમ ઘરે પહોંચ્યો હતો અને ત્યાંથી સારવાર માટે તેને હિંમતનગર સિવિલમાં લઈ જવામાં આવ્યો હતો. આ મામલે કિશોરના પિતા પોલીસ ફરિયાદ કરવા ગયા પણ પોલીસ ફરિયાદ નોંધતી જ નહોતી પરંતુ થોડા દિવસ બાદ આરોપીઓ જાહેર કરેલો વિડીયો કિશોરના પિતા પાસે આવતા તે વિડીયો લઈ પોલીસ સ્ટેશન ગયા હતા.

જેના કારણે પોલીસ ૫૫ દિવસ બાદ સામાન્ય માર મારવાની ફરિયાદ નોંધી હતી. આથી કિશોરના પિતાએ હાઈકોર્ટમાં દાદ માગી પોસ્કો હેઠળ કાર્યવાહી કરવાની માગ કરતા જસ્ટીસ જે બી પારડીવાલાએ આ કેસ સીઆઈડી ક્રાઈમને સોંપ્યો હતો, સીઆઈડી પાસે કેસ આવી બે મહિના થઈ ગયા હોવા છતાં રાજકિય દબાણને કારણે કેસ મંથર ગતીએ આગળ વધી રહ્યો છે. સીઆઈડી હાલમાં ફોરેન્સિક લેબોરેટરીનો રીપોર્ટ આવવાવો બાકી છે તેવુ ગાણુ છેલ્લાં એક મહિનાથી ગાઈ રહી છે.

(12:45 pm IST)