Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

કોરોના ક્રુર :વલસાડ જિલ્લામાં ઍક જ દીવસ માં ૧૨ ને ભરખી ગયો: ૧૦૩ નવા કેસો સામે ૧૦૫ દર્દી ઓ સાજા થયા

(જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી :વિશ્વભર માં કોરોના એ હાહાકાર મચાવ્યો છે ત્યારે વલસાડ જિલ્લામાં પણ કોરોના સતત ક્રુર બનતો જાય છે.

   આજે ઍટલે કે ૦૭ મી મે ના રોજ એકજ દિવસ માં કોરોના એકસાથે ૧૨ દર્દી ઓ ને ભરખી જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
  આજે જીલ્લા ના તાલુકા ઓ માં વલસાડ ૨૯, પારડી ૦૮, વાપી ૨૪, ઉમરગામ ૨૪, ધરમપુર ૧૭, અને કપરાડા ૦૧ મળી ૧૦૩ નવા કેસો આવેલ છે. જોકે એમની સામે આજે એક સાથે ૧૦૫ દર્દી ઓ સાજા થઈ ઘરે જઈ શક્યા છે.
  ગયા અઠવાડિયે એ ઍક અઠવાડિયા નું સ્વૈચ્છિક લોક ડાઉન અને હાલ માં ૦૭ દિવસ નુ ગૂજરાત સરકાર નુ લોક ડાઉન હોવા છતાં હજુ પણ જાણે કોરોના ની ચેન તૂટતી જણાતી નથી.

(6:54 pm IST)
  • અમરેલી જિલ્લાના વધુ ૧૭ ગામો કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર આગામી ૧૩ મે સુધી આ ૧૭ ગામોમાં પ્રતિબંધાત્મક આદેશો રહેશે અમલી. access_time 6:02 pm IST

  • મહિલા ક્રિકેટર ક્રિષ્ના મુર્થીના માતા અને બહેનનું મોત : કોરોનાએ અનેક પરિવારોનો માળો પીખી નાંખ્યો છે. ભારતની મહિલા ક્રિકેટ ટીમના સભ્ય વેદા ક્રિષ્નામુર્થીએ માત્ર એક જ સપ્તાહમાં તેના માતા અને બહેન કોરોનાથી ગુમાવ્યા છે. access_time 4:05 pm IST

  • કરજત ખાતે એનડી સ્ટુડિયોમાં ફિલ્મ "જોધા અકબર"ના સેટ પર આગ ફાટી નીકળી : કરજતમાં એન.ડી. સ્ટુડિયોમાં જોધા અકબરના સેટ પર ભારે આગ લાગી હતી : હજુ સુધી કોઈ જાનહાનિ નોંધાઈ નથી access_time 7:51 pm IST