Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

કોરોનાને કારણે ટ્રેનોમાં માંડ ર૦% મુસાફરો અમદાવાદથી ઉપડતી ૧૪ ટ્રેનો રદઃ ૩માં ફેરા ઘટયા

હાપા-મડગંવ-જોધપુર-વલસાડ-પોરબંદર-દિલ્હી-અમદાવાદ-વૈષ્ણોદેવી ટ્રેનમાં પણ ફેરફાર : વેર્સ્ટન રેલ્વેનો નિર્ણયઃ મહુવા-બાંદ્રા-તિરૂનલવેલી-ગાંધીધામ-પોરબંદર-કોચુવેલીને અસર

રાજકોટ તા. ૭ :.. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરો ન હોવાને કારણે અમદાવાદથી ઉપડતી કેટલીક ટ્રેનોને નવી સુચના સુધી રદ કરવામાં આવી છે.

મહુવા-બાંદ્રા સુપરફાસ્ટ સ્પેશીયલ તા. ૮ મે થી તથા બાંદ્રા-મહુવા સુપરફાસ્ટ સ્પેશીયલ આજથી અમદાવાદ-મુંબઇ સ્પેશીયલ કાલથી મુંબઇ-અમદાવાદ સ્પેશીયલ કાલથી અમદાવાદ-એમજીઆર ચેન્નઇ સેન્ટ્રલ સ્પેશીયલ તા. ૧૦ મે થી તથા એમજીઆર ચેન્નઇ સેન્ટ્રલ-અમદાવાદ સ્પેશીયલ તા. ૧ર મે, તિરૂનલવેલી-ગાંધીધામ ફેસ્ટિવલ તા. ૧૦ મે થી તથા ગાંધીધામ-તિરૂનલવેલી ફેસ્ટિવલ સ્પેશીયલ તા. ૧૩ મે, પોરબંદર-કોચુવેલી સ્પેશીયલ તા. ૧૩ મે થી તથા કોચુવેલી-પોરબંદર સ્પેશીયલ તા. ૧૬ મે, બાંદ્રા- ભગત કી કોઠી સ્પેશીયલ આજથી તથા ભગત કી કોઠી-બાંદ્રા સ્પેશીયલ કાલથી બાંદ્રા-જેસલમેર ફેસ્ટિવલ સ્પેશીયલ તા. ૭ મે થી તથા જેસલમેર-બાંદ્રા ફેસ્ટિવલ સ્પેશીયલ કાલથી હાપા-મડગાંવ ફેસ્ટિવલ સ્પેશીયલ તા. ૧ર મેથી તથા મડગાંવ-હાપા ફેસ્ટિવલ સ્પેશીયલ તા. ૧૪ મે, વલસાડ-જોધપુર સ્પેશીયલ તા. ૧૧ મેથી તથા જોધપુર-વલસાડ સ્પેશીયલ તા. ૧ર મે, બાંદ્રા-ભગત કી કોઠી સ્પેશીયલ તા. ૧૩ મે થી તથા ભગત કી કોઠી-બાંદ્રા સ્પેશીયલ તા. ૧૪ મે, પોરબંદર-દિલ્હી સરાય રોહિલા કાલથી તથા દિલ્હી સરાય રોહિલા-પોરબંદર સ્પેશીયલ તા. ૧૦ મે, અમદાવાદ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સ્પેશીયલ તા. ૯ મેથી તથા શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-અમદાવાદ સ્પેશીયલ તા. ૧૧ મે, હાપા-બિલાસપુર સ્પેશિયલ કાલથી તથા બિલાસપુર-હાપા સ્પેશીયલ તા. ૧૦ મે, પુણે-અમદાવાદ સ્પેશીયલ તા. ૮ મે થી ર૮ જૂન, ર૦ર૧ સુધી તથા અમદાવાદ-પુણે સ્પેશીયલ તા. ૯ મેથી ર૯ જૂન, જયારે અમદાવાદ-દાદર સ્પેશીયલ કાલથી દરરોજના સ્થાને દરેક સોમવાર, બુધવાર અને શનિવારે, દાદર-અમદાવાદ સ્પેશીયલ તા. ૯ મે થી આગામી સુચના સુધી દરરોજના સ્થાને પ્રતિ મંગળવાર, ગુરૂવાર અને રવિવારે મુંબઇ-ઓખા સુપર ફાસ્ટ સ્પેશીયલ આજથી દરરોજના સ્થાને દર રવિવાર, સોમવાર, બુધવાર અને શુક્રવારે (અઠવાડીયામાં ચાર દિવસ), ઓખા-મુંબઇ સુપરફાસ્ટ સ્પેશીયલ તા. ૯ મે થી દરરોજના સ્થાને પ્રતિ રવિવાર, મંગળવાર, બુધવાર અને શુક્રવારે (અઠવાડીયામાં ૪ દિવસ) અમદાવાદ-નવી દિલ્હી રાજધાની સ્પેશીયલ આજથી દરરોજના સ્થાને દરેક રવિવાર, મંગળવાર અને શુક્રવારે, નવી દિલ્હી-અમદાવાદ રાજધાની સ્પેશીયલ કાલથી આગામી સુચના સુધી દરરોજના સ્થાને સોમવાર, બુધવાર અને શનિવારે ચાલશે.

(11:48 am IST)