Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

મોરટ એકસીડન્ટ કલેઇમ ટ્રીબ્યુનલે આપેલ ચુકાદાને કાયમ રાખતી હાઇકોર્ટ

રાજકોટ તા.૭: મોટર એકસીડન્ટ કલેઇમ ટ્રીબ્યુનલ, રાજકોટનો ચુકાદો કન્ફર્મ કરીને મહત્વનો ચુકાદો ગુજરાત હાઇકોર્ટ આપ્યો હતો.

આ કેસની વિગત એવા પ્રકારની છે કે, તા.૪-૧-૦૪ના રોજ હીતેષ અનંતરાય પરમાર સવારે ૭-૧૫ કલાકે કોઠારીયા સોલવન્ટ રોડ પાસે, રાજકોટ પોતાના મોટરસાયકલ પર પસાર થઇ રહ્યા હતા અને પોતાના મોટરસાયકલ ધીમી ગતીએ રસ્તાની સાચી સાઇડમાં ચલાવતા હતા, ત્યારે એસ.ટી.કોર્પોરેશનની રાજકોટ વાયા કેશોદ, જુનાગઢની બસના ચાલકે બસ ફુલ સ્પીડે અને બેદકારીથી ચલાવી, અરજદારને હડફેટે લેતા. મજકુર હીતેષભાઇ પરમારને ગંભીર પ્રકારની ઇજાઓ થયેલી અને માથામાં હેમરેજ થઇ ગયેલુ, જેના કારણે  અરજદારોએ મોટર એકસીડન્ટ કલેઇમ ટ્રીબ્યુનલ, રાજકોટ સમક્ષ વળતરની રકમ રૂ.૧૦૦૦૦૦૦ (દશ લાખ પુરા) મેળવવા અરજી દાખલ કરેલી.

ટ્રીબ્યુનલે અરજદારોની વળતર અરજી મંજુરી કરી કુલ રૂ.૧૧,૭૬,૦૦૦/- ૯ ટકા વ્યાજ સાથે ચુકવવાનો હુકમ કરેલો અને ઠરાવેલ કે, એસ.ટી. કોર્પોરેશનના ડ્રાઇવરની જુબાની ભરોસાપાત્ર નથી. અને અરજદારને કાયમી ખોડ ૧૦૦ ટકા છે. ઉપરોકત ચુકાદાથી નારાજ થઇ એસ.ટી.કોર્પોરેશન, રાજકોટે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અપીલ દાખલ કરેલ હતી.

ગુજરાત હાઇકોર્ટે અરજદાર હિતેષભાઇ પરમાર વતી એડવોકેટ શ્રી પી.આર.દેસાઇએ કરેલ રજુઆતો ધ્યાનમાં લઇ એસ.ટી.કોર્પોરેશનની અપીલ ખર્ચ સહીત રદ કરેલ છે. આ કામમાં અરજદાર હિતેષ પરમાર વતી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ શ્રી પી.આર.દેસાઇ (સીનીયર કાઉન્સીલ) અને મોટર એકસીડન્ટ કલેઇમ ટ્રીબ્યુનલ, રાજકોટ સમક્ષ અરજદાર વતી શ્રી જે.જે.ત્રિવેદી અને રક્ષાબેન ઉપાધ્યાય રોકાયેલા હતા.

(2:34 pm IST)