Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

ધરમપુરના સજનીબરડામાં દેશી બનાવટી બંદૂક બનાવવાનું કારખાનું ઝડપાયું :નવસારી એસઓજીએ બે શખ્શોને દબોચ્યા

નવસારી વલસાડ પોલીસના સંયુક્ત કામગીરી દરમિયાન વલસાડના ધરમપુર ખાતેથી ગેરકાયદેસર હથિયારો બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું હતું ગેરકાયદેસર હથિયારો સાથે 2 આરોપીની ધરપકડ નવસારી એસઓજી એ કરી વધુ પૂછ પરછ હાથ ધરી છે

નવસારી એસઓજીએ ધરમપુરના સજનીબરડાથી દેશી બનાવટની બંદૂક બનાવતું કારખાનું ઝડપી પાડી 2 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી દેશી બનાવટની બંદૂક કિંમત રૂપિયા 5000 તથા હથિયાર બનાવવાના સાધનો મળી કુલ રૂપિયા 7500 નો મુદ્દામાલ સહીત 2આરોપી ની ધરપકડ કરીછે 

શહેરમાં ગેરકાયદેસર હથિયારો રાખનારની સંખ્યા વધી રહી છે. પોલીસ ગુનેગારો ઉપર લગામ કસવા માટે કડક બનીને આવા ગેરકાયદેસર હથિયારો શોધવા પોતાના બાતમીદારો કામે લગાડી દરોડા પાડે છે. ત્યારે આજે નવસારી વલસાડ પોલીસના સંયુક્ત કામગીરી દરમિયાન વલસાડના ધરમપુર ખાતે થી ગેરકાયદેસર હથીયારો બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું છે જયારે ગેરકાયદેસર હથિયારો સાથે 2 આરોપીની ધરપકડ નવસારી એસઓજી એ કરી વધુ પૂછ પરછ હાથ ધરી છે.

(12:09 pm IST)