Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

ગાંધીનગરમાં સંત સરોવરમાં બે વ્યક્તિ ડૂબ્યા :ડેડિયાપાડાના નિનોઇ ધોધમાં અંકલેશ્વરના ચાર યુવકો ડૂબ્યા:એકને બચાવાયો

 

અમદાવાદ ;રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે પારો 43 ડિગ્રીને પાર કરી ગયો છે ત્યારે અસહ્ય ગરમીથી બચવા માટે લોકો નદી, ધોધ, તળાવ અને સરોવરનો રસ્તો પકડ્યો છે તેવામાં પાણીમાં ડૂબી જવાના બે બનાવો બહાર આવ્યા છે જેમાં ગાંધીનગરના સંત સરોવરમાં બે વ્યક્તી ડૂબ્યા છે. જ્યારે ડેડિયાપાડાના નિનાઇ ધોધમાં અંકલેશ્વરના ચાર યુવકો ડૂબ્યા છે.જેમાંથી એક યુવકને બચાવી લીધો હતો.

  અંગે મળતી વિગત મુજબ ગાંધીનગર પાસેના સંત સરોવરમાં બે વ્યક્તીઓ ડૂબ્યાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ રવાના થઇ હતી ઘટના સોમવારે મોડી સાંજે બની છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરવોરમાં બે દિવસ પહેલા એક બાળકી ડૂબીને મોતને ભેટી હતી.

   બીજી ઘટનામાં નર્મદા જીલ્લાનાં ડેડીયાપાડાનાં અંતરીયાળ નિનાઇ ધોધમાં આજે અંક્લેશ્વરનાં ભડકોદરાનાં પટેલ સોસાયટીનાં જેટલા યુવાનો પિકનીક માટે ઇકો ગાડીમાં આવ્યા હ્તા. દરમ્યાન ઉનાળાનાં કારણે ધોધમાંથી પાણી પડવાનું બંધ હતુ. પરંતુ ત્યાં ભરાયેલા પાણી જોઇને નહાવાની ઇચ્છા રોકી શકતા સુરક્ષા રેલીંગ ઓળંગીને નહાવા ગયા હતા દરમિયાન તે પૈકીનાં ત્રણ યુવાનો આકાષ બબ્બન ઝા,યશભાઇ સોની, સંદીપ દેવીદાસ ચૌહાણ પાણીમાં ડુબવા લાગ્યા હતા.અને તેમનાં મિત્ર વિક્રમ ગુપ્તા બચાવ માટે ગયો હતો પણ તે ડુબવા લાગતા અન્ય મિત્રોએ બચાવી લીધો હતો.
 
સવારે ૧૧.૩૦ કલાકે બનેલા બનાવ બાદ વનવિભાગને જાણ કરાતા હાલ ત્યા વનવિભાગ અને સ્થાનિક પોલીસ તથા વહીવટીતંત્રએ ધામા નાંખ્યા છે.છે.ડુબી ગયેલા પૈકી આકાશ ઝા હાલમાં ધોરણ ૧૨ સાયન્સની પરીક્ષા પણ આપી છે. ડુબી ગયેલા આકાષ,યશ તથા સંદીપ તમામ પોતાના માતાપિતાનાં એકનાં એક પુત્ર છે જેથી આજે એક સોસાયટીનાં ત્રણ પરીવાર નાં એકનાં એક દીકરાઓ ડુબી જતા પરીવારજ્નો ચિંતામાં મુકાયા છે

  અત્રે ઉલ્લેખનીય છે કે નિનાઇ ધોધમાં દર વર્ષે થી લોકો ડુબવાનાં બનાવ બને છે ગત વર્ષે મે નાં રોજ અંકલેશ્વરનાં યુવાનો આજ જગ્યા પર મોતને ભેટયા હતા. જો કે ડેડીયાપાડામાં કોઇ ફાયર ફાયટર હોય હજુ સુધી ડુબી ગયેલા યુવાનોની સોધખોળ શરૂ કરવામાં આવી નથી પરંતુ રાજપીપલા કે અંક્લેશ્વરનાં ફાયર ફાયટરોની રાહ જોવાઇ રહી છે

(11:48 pm IST)